Iનવસારી: સમગ્ર વિશ્વમાં ગુજરાતના ગરબા પ્રચલિત છે. ગરબે ઘૂમવા માટે વિદેશમાંથી લોકો ગુજરાત અને ગરબાની રમઝટ માણતા હોય છે. નવરાત્રિ શરૂ થતાની સાથે જ ગરબે ઘૂમવા મહિલાઓ સહિત નાના-મોટા કે વૃદ્ધ તે નવરાત્રિમાં નવ દિવસ ગરબા રમવા માટે થનગનતા હોય છે. યુવા હોય કે વૃદ્ધ દરેક મહિલા માતાજીની આરાધના કરવા ગરબા ગ્રાઉન્ડમાં પહોંચી જાય છે.
આજે સમયની સાથે ટ્રેન્ડ બદલાયો છે અને આજના યુવાનો અને યુવતીઓ પરંપરાગત ગરબા છોડીને દોઢિયા રમતા થયા છે જેને કારણે આધેડ અને વૃદ્ધ મહિલાઓને નિરાશ થઈ ફક્ત ગરબા જોવાનું જ મળે છે ત્યારે નવસારીના નૃત્યાંગના પ્રયાસોથી નવસારીની કેટલીક આધેડ અને વૃદ્ધ મહિલાઓ પણ હવે નોરતામાં દોઢિયા રમી માતાજીની આરાધના કરશે.
વૃદ્ધ મહિલાઓ પણ ગરબે ઘૂમશે: નવરાત્રિમાં નવ દિવસ ગરબે ઝૂમી માં આધ્ય શક્તિની ઉપાસના કરવાનો પર્વ સૌ કોઈ ઉજવે છે. પરંતુ આધુનિકતાની દોડમાં પરંપરાગત ગરબા એ દોઢિયાનું રૂપ લીધું છે. જેને કારણે નવરાત્રિ પહેલાં જ યુવાનો અને યુવતીઓ શહેરના ગરબા ક્લાસીસોમાં દોઢિયા શીખવા માટે પહોંચી જતા હોય છે અને નવરાત્રિમાં દરેક ગરબા ગ્રાઉન્ડમાં ફક્ત દોઢીયાની રમઝટ જામતી હોય છે. ત્યારે પોતાના પરિવાર સાથે ગરબાની મજા માણવા પહોંચેલા આધેડ અને વૃદ્ધ મહિલાઓને દોઢીયા રમતા ન આવડતું હોવાના કારણે તેઓ નિરાશ થઈ ફક્ત ગરબા જોવાનું જ મળે છે. મનમાં ગરબે જુમવાનો જોશ હોવા છતાં આધેડ અને વૃદ્ધ મહિલાઓએ પોતાની ઈચ્છા દબાવી પ્રેક્ષક માફક ગરબા ગ્રાઉન્ડમાં બેસવાનો વારો આવતો હોય છે પરંતુ નવસારીના નૃત્યાંગના પ્રયાસોથી હવે આધેડ અને વૃદ્ધ મહિલાઓ પણ ગરબામાં જમાવટ લાવશે.
નવસારી વાસીઓને દોઢીયાની ઓળખ કરાવી: નવસારીના નૃત્યાંગના હેતલ દેસાઈએ વર્ષ 1994માં નવસારીજનોને દોઢીયાની ઓળખ કરાવી, દોઢિયા શીખવ્યા હતા. ત્યારબાદ થોડા વર્ષો સુધી નવસારીમાં દોઢિયાના વર્ગો ચલાવ્યા. પરંતુ બાદમાં તેમણે દોઢિયા શીખવવાનું બંધ કર્યું હતુ. અંદાજે 22 વર્ષોના સમયગાળા દરમિયાન હેતલ દેસાઈને અનેક ઠેકાણે ગરબા કોમ્પિટિશનમાં નિર્ણાયક તરીકે બોલાવવામાં આવતા હતા. જ્યારે લગ્ન પ્રસંગમાં પણ ગવાતા ગરબામાં તેઓને દોઢીયાને કારણે આધેડ તેમજ વૃદ્ધ મહિલાઓ પાછળ પડતી હોવાનો અહેસાસ થયો હતો.
બે પેઢીઓ એક સાથે દોઢીયા તેમજ પરંપરાગત ગરબા શીખ્યા: આ મથામણમાં અનેક મહિલાઓએ તેમને ફરી દોઢિયા શીખવવા માટે આગ્રહ કર્યો હતો. જેથી તેમણે આ વર્ષે ફરી એકવાર ફક્ત મહિલાઓ માટે જ દોઢિયા શીખવવાનું શરૂ કર્યું. જેમાં સાત વર્ષની બાળકીથી 70 વર્ષના વૃદ્ધા પણ દોઢીયા શીખવા માટે ઉત્સાહથી જોડાયા છે. હેતલ દેસાઈએ ખાસ બાળકીઓ અને યુવતીઓ માટે 2 તાળી, ત્રણ તાળી અને હીંચ જેવા પરંપરાગત ગરબા રમતા શીખે અને આધેડ તેમજ વૃદ્ધ મહિલાઓ 6થી લઈને 12 તેમજ વધુ સ્ટેપના દોઢિયા રમતા થાય એવો પ્રયાસ કર્યો છે. હેતલ દેસાઈના આ પ્રયાસ સફળ થયો અને બે પેઢીઓ એક સાથે દોઢીયા તેમજ પરંપરાગત ગરબા શીખ્યા છે. જેના પરિણામ સ્વરૂપ ઘણી આધેડ તેમજ વૃદ્ધ મહિલાઓ દોઢિયા રમતી થઈ છે અને તેઓ હેતલ દેસાઈને અભિનંદન આપી રહ્યા છે.
આ વર્ષે વૃદ્ધ મહિલાઓ ગરબે ઝૂમશે: ગરબા શીખવા માટે આવતી મહિલાઓ જણાવી રહી છે કે અમારા સમયમાં નવરાત્રીમાં ફક્ત ગરબા રમવામાં આવતા હતા. પરંતુ હવે સમય જતા ગરબાની જગ્યાએ દોઢીયાનું ચલણ આવ્યું છે. જેથી જ્યારે અમે અમારા પરિવાર સાથે ગરબા ગ્રાઉન્ડમાં જઈએ છીએ ત્યારે અમારા પૌત્રો જ્યારે અમને ગરબે રમવા માટે આગ્રહ કરે છે ત્યારે અમારા પગ પાછળ ઠેલાય છે. કારણ કે તેઓ દોઢિયા રમતા હોય છે, જે અમારા માટે શક્ય નથી. અમે પ્રેક્ષક બની ફક્ત તેઓ દોઢિયા રમે છે તે જોતા હોય છે પરંતુ હેતલ દેસાઈ દ્વારા અમને પણ દોઢીયા શીખવવાની શરૂઆત કરી છે. જે શરૂઆતમાં અમને ઘણું જ ટોપ લાગ્યું હતું પરંતુ હવે અમે અલગ અલગ પ્રકારના દોઢિયા શીખી રમતા થયા છે જેથી આ વખતે અમે પણ ગરબા ગ્રાઉન્ડમાં યુવાનો સાથે તાલથી તાલ મળાવી ઘરબે ઝૂમી શું.
આ પણ વાંચો: