ETV Bharat / state

આધુનિક વાદ્યોના શોરમાં પરંપરાગત સંગીત વાદ્યોની સુરાવલી શાંત થઈ : કલાકારો અને વેપારીઓ ચિંતાતુર - Navratri 2024 - NAVRATRI 2024

ગણતરીના દિવસોમાં રાજ્યભરમાં ગરબાના સૂરો રેલાતા જોવા મળશે. જોકે એક સમયે ઢોલક, તબલા, હાર્મોનિયમ અને મંજીરાના સથવારે નવરાત્રીની રંગત જામતી, પરંતુ હવે આધુનિક સંગીત વાદ્યોએ પરંપરાગત વાદ્યોનું સ્થાન લીધું છે. ત્યારે આ વાદ્યો સાથે સંકળાયેલા કલાકારો અને વેપારીઓ પણ ચિંતામાં મૂકાયા છે.

કલાકારો અને વેપારીઓ ચિંતાતુર
કલાકારો અને વેપારીઓ ચિંતાતુર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2024, 12:59 PM IST

જૂનાગઢ : નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. એક સમયે નવરાત્રીના દિવસોમાં સંગીતના દેશી વાદ્યોની બોલબાલા હતી, જેમાંથી નીકળતી સંગીતની સુરાવલી સાંભળવા માટે સૌ કોઈ તલપાપડ બનતા હતા. તેવા ઢોલક, તબલા, હાર્મોનિયમ, ઢોલ, મંજીરા અને બેન્જો સહિતના પ્રાચીન સંગીતના વાધ્યો હવે આધુનિક સમયમાં નવરાત્રીમાંથી ધીમે ધીમે અદ્રશ્ય થતા જોવા મળે છે.

વિસરાતા પરંપરાગત સંગીત વાદ્યો : પ્રાચીન વાદ્યોના માધ્યમથી ગીત-સંગીત અને ગરબાની રમઝટ હવે એકલ દોકલ ગામડામાં જ જોવા મળે છે. જે ગામડા આજે પણ પોતાની સંસ્કૃતિને છોડવા નથી માંગતા, તેવા ગામોમાં નવરાત્રીનું આયોજન થાય છે, ત્યાં આ પ્રકારે દેશી સંગીતના વાદ્યોથી નવરાત્રી દરમિયાન માતાજીના ગરબા અને સંગીતના સૂરોની સુરાવલી સંભળાતી જોવા મળે છે. પરંતુ આધુનિક સમયમાં મોટાભાગના નવરાત્રી આયોજન દરમિયાન આ દેશી વાદ્યો અદ્રશ્ય બની ગયા છે.

આધુનિક વાદ્યોના શોરમાં પરંપરાગત સંગીત વાદ્યોની સુરાવલી શાંત થઈ (ETV Bharat Gujarat)

આધુનિક વાદ્યોનું વધતું ચલણ : જૂનાગઢના અદના કલાકાર અને ઢોલકના કલાકાર તરીકે મોટી નામના ધરાવતા મીર હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડુંએ ETV Bharat સાથે વાતચીત કરી પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં સંગીતના નવા વાદ્યો સાથે નવરાત્રી થાય છે, જેના કારણે વર્ષોથી ચાલતા આવતા દેશી સંગીતના વાદ્યો કોરાણે મૂકાઈ ગયા છે. પ્રાચીન વાદ્યો સાથે જોડાયેલી સંગીતની પરંપરાનું અસ્તિત્વ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યું છે.

પરંપરાગત સંગીત વાદ્યોની સુરાવલી : એક સમયે જૂનાગઢમાં દિવાળીબેન ભીલ, પ્રાણલાલ વ્યાસ, પ્રફુલ દવે, ભીખુદાન ગઢવી સહિતના અનેક ખ્યાતનામ કલાકારો માત્ર ઢોલક, તબલા, હાર્મોનિયમ અને ઢોલના સથવારે નવરાત્રીના ગરબામાં સંગીતની સુરાવલી રેલાવતા હતા. તેઓને સાંભળવા માટે દૂર દૂરથી લોકો આવતા, પરંતુ આધુનિક સમયમાં આ પ્રકારના દેશી સંગીતના વાદ્યો નવરાત્રી આયોજનમાંથી દૂર થયા છે.

વાદ્યોના વેપારીએ વ્યક્ત કરી નિરાશા : પાછલી ચાર પેઢીથી તબલા, ઢોલક, ઢોલ અને હાર્મોનિયમના વ્યવસાય અને રીપેરીંગ સાથે સંકળાયેલા જગદીશભાઈ દેવડાએ આધુનિક સમયમાં સંગીત વાદ્યોની બોલબાલા ઘટવાને લઈને નિરાશા વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું કે, જે રીતે હાલના સમયમાં નવરાત્રી આધુનિક બની છે, પાર્ટી પ્લોટમાં ગરબા થવા માંડ્યા છે. જેના કારણે આધુનિક સંગીતના સાધનો અને DJના સથવારે ગરબા થાય છે. જેના કારણે પ્રાચીન સંગીતના વાદ્યો સંકટભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છે.

  1. ખેલૈયાઓની પસંદ કસ્ટમાઈઝ વસ્ત્રો, વિવિધ પેચવર્ક અને બોર્ડરની માંગ
  2. જૂનાગઢમાં મરાઠી પરંપરા અને સંસ્કૃતિ અનુસાર ગણપતિનું સ્થાપન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.