બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાછેડા ગામે આજે પણ વર્ષો જૂની પરંપરા અનુસાર દેશી ગરબા રમીને ઉજવણી કરવામાં આવે છે, જોકે આધુનિક યુગ આવ્યો છતાં મુખેથી દેશી ગાયને ગરબાની જૂની પરંપરાગત સંસ્કૃતિના દેશી ગરબા ગાવવામાં આવે છે.
વર્ષોની પરંપરા આજે પણ અકબંધ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધામધૂમથી નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, ત્યારે શહેરોમાં અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ પાર્ટી પ્લોટોમાં કલાકારો દ્વારા ડીજેના તાલે લોકો ગરબાની ઉજવણી કરે છે. પરંતુ બનાસકાંઠાના સરહદી પંથકમાં હજુ પણ વર્ષો જૂની પરંપરા અનુસાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.
અમુક જગ્યાએ જૂની સંસ્કૃતિ આજે પણ જળવાયેલી અને સચવાયેલી જોવા મળી રહી છે. દેશી પદ્ધતિથી ઢોલના તાલે અને હાથ તાળીથી દેશી ગરબા સાંસ્કૃતિક વારસા સમાન છે, જ્યારે સરહદી વાવ તાલુકાના રાછેણા ગામે છેલ્લા કેટલાય વર્ષોથી દેશી ગરબા રમવાની પરંપરા જોવા મળી રહી છે. અહીંના ખેલૈયોઓ દર વર્ષે નવરાત્રી દરમિયાન દેશી ગરબા ગાઇને નવરાત્રીની ઉજવણી કરે છે. અને આ દેશી ગરબા જોવા માટે આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તો ખેલૈયાઓ પણ હાથ તાળી સાથે તાલથી તાલ મિલાવી દેશી ગરબી ગાઇને રમઝટ બોલાવે છે.
રાછેણા ગામના લોકોએ જણાવ્યું હતું કે આધુનિક યુગમાં અમે ડીજે લાવતા નથી માઈક ઉપર મોઢેથી ગરબા ગાઈએ છીએ અને લોકોને પણ મોઢેથી ગરબા ગાવામાં મજા આવે છે જ્યારે જૂની પરંપરા મુજબ દેશી ગરબા ગાઈને ખેલૈયાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવે છે.
પ્રાચીન પુરાતન સંસ્કૃતિના ગરબા સરહદી વિસ્તારમાં હજુ પણ રમાતા આવ્યા છે, જ્યારે નવરાત્રી એક ખેલૈયાઓ માટે ગરબે રમવાનો તહેવાર છે આદ્યશક્તિની આરાધના માટેનો એક તહેવાર એટલે નવલા નોરતા, જ્યારે શહેર અને ગામડાની સંસ્કૃતિ અલગ અલગ હોય એવું પણ લાગી રહ્યું છે. ગામડાઓમાં દેશી ગરબા તાળીઓના તાલે ગવડાવાઈ છે, જ્યારે શહેરોમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી કલાકારો બોલાવી ડીજે અને સાઉન્ડના તાલે રમવામાં આવે છે.
જોકે ગામડાઓ માં પુરુષો તાળીઓના તાલે અંતર માંથી ઉમંગ ઉછળતો હોય એવી રીતે જનુન સાથે ગરબા રમીને માતાની આરાધના કરે છે. શહેરમાં ડીજેના સાઉન્ડના તાલે રમાય છે, જ્યારે ગામડાઓની વાત કરીએ તો સરહદી પંથકના રાછેણા ગામે વર્ષોથી ગરબા રમાય છે, ગૌસ્વામી પ્રવીણપૂરી નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, વર્ષોથી હું ગામડાઓ માં દેશી ગરબા રમાડું છું, ગામડે-ગામડે કોઈ પ્રકારની ફી વગર માતાજીના ગરબા દેશી ગરબા ગવડાવું છું. વડીલો અને યુવાનો વચ્ચે દેશી ગરબા ગાવાનો મને આનંદ થાય છે, ગરબાઓમાં જેવા કે "અવતાર" કૃષ લીલાં" રામ લીલાં" ઢીમા ધરણીધર ના ધામ" જેવા અનેક કથા આખ્યાન ના ગરબા ના તાલે ગવરાવીએ છીએ.