ETV Bharat / state

રાષ્ટ્રીય એકતા દિવસ 2024: નર્મદાના કેવડિયા આવશે પીએમ મોદી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ...

આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી નર્મદાના કેવડિયામાં થવા જઈ રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે.

રાષ્ટ્રીય એકતા દિવસ 2024
રાષ્ટ્રીય એકતા દિવસ 2024 (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2024, 6:22 PM IST

નર્મદા: દર વર્ષે 31મી ઑક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2014માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને ચિહ્નિત કરવા આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

આ દિવસ ભારતની સ્વતંત્રતા ચળવળમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને તે પછીના તેમના અને ખાસ કરીને ભારતમાં 560 રજવાડાઓના એકીકરણ દરમિયાનના યોગદાનને માન આપવા માટે ઉજવવામાં આવે છે.

નર્મદાના કેવડિયા ખાતે આવશે પીએમ મોદી (Etv Bharat Gujarat)

1.50 લાખ દીવડા પ્રગટાવી દીપોત્સવ કરાશે: આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી નર્મદાના કેવડીયામાં થવા જઈ રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ રાત્રીની નર્મદા આરતીમાં ભાગ લેશે. આ વર્ષે 1.50 લાખ દીવડા પ્રગટાવી દીપોત્સવ કરી ઉજવણી કરાશે. આ સાથે જ સનદી અધિકારીઓના કાર્યક્રમની શરૂઆત તારીખ 30 ઓક્ટોબરે થશે.

જાણો નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ: કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે ત્યારે રાયગઢના કિલ્લાની થીમ પર ડેકોરેશન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશના સુરક્ષા એજન્સીઓ દ્વારા એકતા પરેડ કરવામાં આવશે. સાથે સાથે વોક્વે, સોલારપ્લાન્ટ, સબડિસ્ટીક ટ્રોમા હોસ્પિટલ સહિત પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત પીએમના હસ્તે કરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓકટોબરે સાંજે 6 કલાકે કેવડીયા એકતા નગર ખાતે હેલીપેડ પર આવશે. તારીખ 31 ઓક્ટોબરના રોજ સવારે 7:30 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે અને 8:00 વાગ્યે ગ્રાઉન્ડમાં પરેડ સંબોધન કરશે. ત્યારબાદ 9:30 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થશે.

  1. કચ્છના ધોરડોમાં રણોત્સવની તૈયારી, આ વર્ષે 124 દિવસ માટે યોજાશે રણોત્સવ
  2. જૂનાગઢવાસીઓએ લગાવી 5 કિમીની દોડ: સ્વસ્થ હૃદયના સંદેશા સાથે યોજાઈ જિલ્લાની ત્રીજી મેરેથોન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.