સુરત: શહેરના સૈયદ પૂરા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ રિક્ષામાં આવેલા કેટલાક વિધર્મી સગીરોએ વરિયાળી બજારમાં ગણેશ પંડાલ પર પથ્થર મારો કર્યો હતો. જેને લઇને ગણેશ ભક્તોની લાગણી દુભાઈ હતી. ઉપરાંત બહોળી સંખ્યામાં લોકોના ટોળેટોળા નજીકની પોલીસ ચોકી ખાતે ઉમટી પડયા હતા. ત્યારે મનમાં ઉદ્ભવેલ ખેચતાણને દૂર કરવા અમદાવાદના એક મુસ્લિમ યુવકે બીડો ઉપડ્યો છે. તેણે એક પેન્સિલની અણીમાં કંડારીને ગણેશજીની ત્રણ પ્રતિમાનું સર્જન કર્યું છે.
અમદાવાદ ખાતે રહેતો મુસ્લિમ યુવક સુરત આવ્યો: હાલ અમદાવાદ ખાતે રહેતો સલીમ શેખ નામનો યુવક સુરત ખાતે આવ્યો હતો. તેણે એક નાનકડી પેન્સિલમાં દુનિયાની સૌથી નાની ગણેશ આકૃતિવાળી ત્રણ મૂર્તિઓ બનાવી છે. ત્રણ અને ચાર એમએમ વાળી બનાવમાં આવેલ ગણેશ મૂર્તિઓ હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. સલીમ શેખ હાલ અલગ અલગ સુરતના ગણેશ પંડાલ પર જઈ રહ્યો છે અને આ ગણેશજીની મૂર્તિઓ લોકોને બતાવી રહ્યો છે. મુસ્લિમ યુવક દ્વારા બનાવામાં આવેલ કૃતિઓ સૌ કોઈ બિરદાવી રહ્યા છે. સલીમ શેખ દ્વારા ભાઈચારો સંદેશ આપવામાં આવી રહ્યો છે. ઉલેલખનીય છે કે આ સલીમ શેખ પોતાની હાથની કળાથી વિખ્યાત છે. તેની આ કળા દેશના રાષ્ટ્રપતિએ પણ બિરદાવી છે અને તેનું સન્માન પણ કર્યું છે.
સલીમ શેખની અન્ય કલાઓ: સલીમ શેખ રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના મંદિરે માચીસની લાકડીઓ અથવા પેન્સિલમાંથી રથ બનાવે છે અને મંદિરને ભેટ સ્વરૂપે આપી છે. તેને કહ્યું હતું કે, 'આ ગણેશજીની મૂર્તિઓ બનાવતા ચાર મહિના જેટલો લાંબો સમય લાગ્યો હતો. આ મૂર્તિઓ બનાવતી વખતે ચાર જેટલી પેન્સિલ પણ તૂટી ગઈ હતી. સુરતમાં લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જે રીતે સુરતમાં અમુક તત્વો દ્વારા વાતાવરણ ડહોળવામાં આવ્યું છે એ દુઃખ છે.'
શું છે સંપૂર્ણ સુરત ગણેશ પંડાલ વિવાદ: તમને જણાવી દઈએ કે સુરતમાં થયેલા પથ્થર મારામાં સંડોવાયેલા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ થઈ હતી. પોલીસ એકત્ર થયેલ ટોળાને વિખેરવા પોલીસ ટોળા પર બળ પ્રયોગ કર્યો હતો જેને લઇને નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા હતા. સુરતની શાંતિ પણ ડહોળાઈ હતી. સુરત પોલીસે રાત દિવસ એક કરી ઊંડાણ પૂર્વક તપાસ કરી કુલ 33 જેટલા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી, ત્યારે હિન્દુ અને મુસ્લિમ કોમ વચ્ચે ફરી ભાઈચારો જળવાઈ રહે તે માટેના હાલ પ્રયાસો થઈ રહ્યા છે.
આ પણ વાંચો: