બનાસકાંઠા: આજ રોજ શનિવારના 11:00 વાગે વાવ શહેરમાં આવેલ લોકનિકેતન હોસ્ટેલ ખાતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તથા બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપુત સહિત કોંગ્રેસનું મહુડી મંડળ હાજર રહ્યું હતું. લોક સંસ્કૃતિની ઢબે સાંસદ માથા પર પિત્તળનો ગોળોભરી માતર લઈ આવ્યા હતા અને લોકો વચ્ચે માતર ખવડાવવાની ઢબે લોકોનો આભાર માન્યો હતો. જોકે સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાય તેની પહેલા 1000 ઉપરાંત બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગેનીબેન ઠાકોર દ્વારા ગાય માતાની પૂજા કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.
આ સત્કાર સમારંભ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શકિતસિંહ તથા બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, કાંતિભાઈ ખરાડી તથા કોંગ્રેસનું મૌડી મંડળ હાજર રહ્યું હતુ. લોક સંસ્કૃતિની ઢબે વાવ વિધાન સભા બાદ લોકસભા ચૂંટણીમાં પણ ગેનીબેન ઠાકોર દીકરી બની મત માગ્યાં હતા. મામેરા રૂપી મત માગી વિધાનસભા જીત્યા બાદ લોકસભા જીત્યા હતા, ત્યારે વાવ સૂઇગામ અને ભાભરની જનતાનો આભાર વ્યક્ત કરવા સત્કાર સમારંભ યોજ્યો હતો.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના પીઠ નેતોઓએ ભારતીય જનતા પાર્ટી પર શાબ્દિક આકરા પ્રહારો કર્યા હતા. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બે દાખલા આપ્યા જેમાં રામસેતુમાં ખિસકોલીના સહયોગનો દાખલો આપતા ગુલાબસિંહે પાર્ટી માટે પર્વત ઉઠાવ્યાનો દાખલો આપ્યો, જ્યારે પરિવારનો અને લગ્નના મુરતિયાનો પણ દાખલો આપ્યો જેમાં પણ ગુલાબસિંહ અને વિજયભાઈ તથા કાંતિભાઈ ખરાડીનું નામ લીધું હતું. હવે ટૂંક સમય માં વાવ વિધાન સભા પેટા ચુંટણીના જાહેરનામાના પડઘમ વાગી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ કે ભાજપે હજુ ઉમેદવાર નકી કર્યા નથી, જ્યારે કઇ પાર્ટી ક્યો ઉમેદવાર મેદાન માં ઉતારે છે.
આ પણ વાંચો: