મોરબીઃ વાંકાનેર પંથકમાં હીટ એન્ડ રનની દુર્ઘટના ઘટી છે. જેમાં મેસરિયા ગામ નજીક રોડ ક્રોસ કરતા રાહદારીને અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ એક્સિડેન્ટમાં રાહદારીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને નાસી ગયો હતો. વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જીવલેણ ટક્કરઃ મૂળ ગોધરાના વતની અને હાલ રંગપર ગામની સીમમાં રહેતા ધનુબેન ભીખાભાઈ બારૈયા (ઉ.વ.50) નામની મહિલાએ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેના પતિનું બીમારી સબબ મોત થયું હતું અને રંગપર ગામની સીમમાં ઝુપડું બાંધી રહેતા હતા. તેણે દિનેશભાઈ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. તેઓ પણ રખડતું ભટકતું જીવન જીવતા હોવાથી બંને સાથે રહેવા લાગ્યા હતા. સાંજે કચરો વીણવા જતા હતા ત્યારે દિનેશ આગળ ચાલતા હતા અને ફરિયાદી ધનુબેન પાછળ ચાલતા હતા. મેસરિયા ગામના પાટિયાથી આગળ ભલગામ બાજુ જવાના રસ્તા પાસે રોડ ક્રોસ કરતી વેળાએ વાંકાનેર તરફથી આવતા એક અજાણ્યા ટ્રક ચાલકે દિનેશને હડફેટે લેતા નીચે પડી ગયા હતા. આ ટક્કર એટલી જીવલેણ હતી કે દિનેશનું મૃત્યુ થયું હતું.
વાંકાનેર તાલુકા પોલીસ કરી રહી છે તપાસઃ અકસ્માત કરી અજાણ્યો ટ્રક ચાલક વાહન લઈને ભાગી ગયો હતો દિનેશ પડી જતા ગંભીર ઈજા પહોંચી હતી અને કાઈ બોલતા ચાલતા ના હતા અને મોત થયું હતું જેથી સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા આમ કચરો વીણવા જતા હોય ત્યારે રોડ ક્રોસ કરતા દિનેશભાઈને અજાણ્યા ટ્રક ચાલકે ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું તો અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. લલીતા ભરગા ચલાવી રહ્યા છે.