ETV Bharat / state

મોરબીઃ માળિયામાં ખેલાયો ફિલ્મો જેવો લોહિયાળ ખેલ, બે જૂથમાં સામ-સામુ ફાયરિંગ, 1નું મોત, 4 ઈજાગ્રસ્ત - MALIYA FIRING INCIDENT

બપોરે નમાઝ પઢવા સમયે યુવાનોને બોલાચાલી થયા બાદ બંને જૂથના માણસો ભેગા થયા હતા અને સામસામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ફાયરિંગના સ્થળની તસવીર
ફાયરિંગના સ્થળની તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2024, 10:57 PM IST

મોરબી: મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર થઈ રહી છે. આ વચ્ચે માળિયામાં આજે લોહિયાળ ખેલ ખેલાયો હતો. બે જૂથ વચ્ચે સામ સામે ફાયરિંગની ઘટના બની હતી. ફિલ્મે સ્ટાઈલમાં બે જૂથો વચ્ચે ફાયરિંગની ઘટનામાં એક યુવકનું મોત થઈ ગયું છે, જ્યારે 4 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નમાઝ પઢવા સમયે યુવકોમાં બોલાચાલી થઈ હતી (ETV Bharat Gujarat)

બે જૂથનું સામ-સામે ફાયરિંગ
માળિયાના વાગડીયા ઝાંપે બે જૂથ સામસામે આવી ગયા હતા. ઇલ્યાસ જેડા અને ફારૂક જામના જૂથ સામસામે આવી ગયા હતા, જેને દેશી તમંચા અને પિસ્તોલ જેવા હથિયાર વડે આડેધડ એકબીજા પર ફાયરિંગ કર્યું હતું. જે ફાયરિંગની ઘટનામાં હૈદર જેડા, સિકંદર જેડા અને ખામીશા જેડા એમ ત્રણને, જયારે સામેના જુથમાં બે વ્યક્તિના ઈજા પહોંચી હતી. જે ઈજાગ્રસ્તો પૈકી સારવાર પૂર્વે જ હૈદર જેડા નામના યુવાનનું મોત થયું હતું. જેથી બનાવ હત્યામાં પલટાયો હતો. તો બંને જૂથના કુલ ચાર વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

નમાઝ પઢવા સમયે યુવકોમાં બોલાચાલી થઈ હતી
ઘટનાને પગલે જિલ્લા એસપી, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ માળિયા દોડી ગયા હતા અને બનાવની તપાસ હાથ ધરી છે. બનાવ મામલે ડીવાયએસપી પી.એ. ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દેશી તમંચો, પિસ્તોલ જેવા હથિયાર વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બપોરે નમાઝ પઢવા સમયે યુવાનોને બોલાચાલી થયા બાદ બંને જૂથના માણસો ભેગા થયા હતા અને સામસામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં માળિયામાં ફાયરિંગની ઘટનાને પગલે પોલીસે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

આ પણ વાંચો:

  1. અમદાવાદ પોલીસનો સપાટો, શહેરમાંથી 48 બાંગ્લાદેશી ઝડપાયા, 200થી વધુની હજુ પૂછપરછ ચાલુ
  2. અમદાવાદ: નકલી જજની વધુ એક કરતૂત સામે આવી, AMCની 5 જમીનના કેસના ચૂકાદા આપી દિધા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.