ETV Bharat / state

મોરબીમાં 'વાતનું વતેસર', બાળકોને ઠપકો આપવા બાબતે જૂથ અથડામણ થઈ ગઈ - Scold to Children Group Clash - SCOLD TO CHILDREN GROUP CLASH

મોરબીના મચ્છીપીઠમાં બાળકોને ઠપકો આપવાની બાબત વકરી જતા 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં સોડા બોટલ અને પથ્થરના છુટા ઘા કરી તેમજ લોખંડ પાઈપ અને ધારિયા વડે સામસામે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી 7 આરોપીઓને ઝડપી લીધા છે. Morbi Machhipith Scold to Children Group Clash

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 20, 2024, 8:33 PM IST

મોરબીઃ મચ્છીપીઠ નજીક અજીમ સલેમાન થૈયમ નામના યુવાને આરોપીઓ જુસબ ગુલમામદ મોવર, નિજામ સલીમ મોવર, ઈબ્રાહીમ ઉર્ફે જોન અકબર મોવર અને અનવર ઈબ્રાહીમ મોવર રહે બધા મચ્છીપીઠ મોરબી વાળા વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. 19ના રોજ ફરિયાદી અને અબુભાઈ તેમજ મહેબુબભાઈ અને કાદરભાઈ બધા ઘરે પાસે હતા ત્યારે શેરીમાં છોકરાઓ ફૂલ સ્પીડમાં સાયકલ અને એકટીવા લઈને નીકળતા ઠપકો આપ્યો હતો.

નાની વાતમાં જૂથ અથડામણઃ આ ઘટનાના થોડા સમય બાદ શેરીમાં રહેતા જુસબ, નિજામ, ઈબ્રાહીમ અને અનવર આવી છોકરાઓને કેમ ઠપકો આપો છો. તેમ કહીને ગાળો બોલી, ઝપાઝપી કરવા લાગ્યા. નીજામે લોખંડ પાઈપ અને અનવરે ધોકા વડે મારમારી શેરીમાં પડેલા પથ્થરના છુટા ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સોડા બોટલ-ધારિયું સહિતના હથિયારો જપ્તઃ જયારે સામાપક્ષે અનવર ઈબ્રાહીમ મોવરે આરોપીઓ અજીમ સલેમાન થૈયમ, અબુ ખમીશા થૈયમ, મહેબુબ કાસમ થૈયમ અને કાદર હબીબ ભટ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તા. 19 મેના રાત્રીના ફરિયાદી અનવર, જુસબ, ઈબ્રાહીમ ને નિજામ ચારેય ઉભા હતા ત્યારે જુસબના છોકરાઓ શેરીમાં સાયકલ અને એકટીવા ચલાવતા હતા અને છોકરાઓએ આવીને કહ્યું કે અજીમ અને અબુભાઈ ઠપકો આપે છે અને સાયકલ તેમજ એકટીવા ચલાવવાની ના પાડે છે.

7 આરોપીઓની ધરપકડઃ જે બનાવને પગલે પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી હતી તેમજ બનાવ અંગે તપાસ અધિકારી અરવિંદભાઈ ઝાપડિયા એ જણાવ્યું હતું કે બંને પક્ષે કુલ સાત આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે તેમજ ગુનામાં વપરાયેલ પથ્થર, સોડા બોટલ, એક ધારિયું અને ધોકા સહિતના હથિયારો કબજે લીધા છે પોલીસે સ્થિતિની ગંભીરતા પારખી વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

  1. Navsari Crime: બીલીમોરા ખાતે રેતીની લીઝ બાબતે જૂથ અથડામણ, 10 લોકો સામે નોંધાઈ ફરિયાદ
  2. Ahmedabad Crime: જમાલપુરમાં કિન્નરો અને સ્થાનિક જૂથ અથડામણ, પોલીસે ગુનો નોંધ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.