ETV Bharat / state

મોરબીમાં ડુપ્લીકેટ એન્જીન ઓઇલ વેચાણનો પર્દાફાશ, SMC ટીમે બે ઈસમોને ઝડપ્યા - MORBI DUPLICATE ENGINE OIL

મોરબીમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ ઓઈલના વેચાણનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલે 23.17 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડુપ્લીકેટ એન્જીન ઓઇલ વેચાણ આરોપી
ડુપ્લીકેટ એન્જીન ઓઇલ વેચાણ આરોપી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2024, 9:24 AM IST

મોરબી : અગાઉ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી અને બોગસ ટોલનાકા કાંડ બાદ હવે મોરબી જિલ્લામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ ઓઈલનું પેકિંગ કરી વેચાણ કરતા હોવાનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ટંકારાના લજાઈ ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં રેડ કરી ડુપ્લિકેટ ઓઈલ પેકિંગ અને વેચાણ કરનાર બે ઇસમોને ઝડપી લઈને 23.17 લાખની મત્તા કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડુપ્લીકેટ એન્જીન ઓઇલ વેચાણ : સ્ટેટ મોનીટરીંગ સેલના PSI એ. વી. પટેલના માર્ગદર્શન હેઠળની ટીમે લજાઈ ગામની સીમમાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના ગોડાઉનમાં રેડ કરી હતી. ગોડાઉન ખાતે મેક લુબ્રિકન્ટ, સર્વો સુપર, ગલ્ફ સીએનજી અને હીરો જેન્યુન એમ ચાર કંપનીની બ્રાન્ડના નામે ડુપ્લીકેટ એન્જીન ઓઇલ ભરી પેકિંગ કરી વેચાણ કરવામાં આવી રહ્યું હતું.

ડુપ્લીકેટ એન્જીન ઓઇલ
ડુપ્લીકેટ એન્જીન ઓઇલ (ETV Bharat Gujarat)

21,488 લીટર ડુપ્લીકેટ ઓઇલ : સ્થળ પરથી SMC ટીમે ડુપ્લીકેટ એન્જીન ઓઇલ 21,488 લીટર કિંમત રૂ 17.19 લાખથી વધુ, 2 મોબાઈલ કિંમત રૂ 25 હજાર, એક વાહન કિંમત રૂ 5 લાખ, રોકડ રૂ 5200 ઉપરાંત MRP પ્રિન્ટ મશીન 03 નંગ, મોટર, બેલ્ટ મશીન, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, સીલીંગ મશીન, ઓઇલ ભરવા માટેનું મશીન, બોટલ સીલીંગ મશીન અને બેરલ મળીને 67,800 સહિત કુલ રૂ 23.17 ની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો છે .

બે આરોપી ઝડપાયા : SMC ટીમે સ્થળ પરથી ડુપ્લીકેટ એન્જીન ઓઇલ બનાવનાર મુખ્ય આરોપી મોરબીના મેહુલ નરેન્દ્રભાઈ ઠક્કર અને ડુપ્લીકેટ એન્જીન ઓઇલ બનાવનાર અરુણ ગણેશભાઈ કુંડારિયા એમ બે ઇસમોને ઝડપી લઈને મુદામાલ ટંકારા પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે.

  1. મોરબી નજીક ઝડપાયું ગેસ કટિંગનું કૌભાંડ, આરોપીઓ ફરાર
  2. મોરબીમાંથી 3 તોડબાજ પત્રકાર ઝડપાયા, આ રીતે ફૂટ્યો ભાંડો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.