ETV Bharat / state

ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું ઓછું કરાતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો - Surat Ukai Dam - SURAT UKAI DAM

છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે ઉકાઈ ડેમમાં અઢી લાખથી વધુ ક્યુસેક પાણી આવી રહ્યું હતું. ડેમની સપાટી રૂલ લેવલને વટી જતા તંત્ર દ્વારા અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતું. તેથી તાપી નદી બે કાંઠે વહેતી થઈ હતી. જો કે આજે ઉકાઈમાં ઈન ફ્લો ઘટતા આઉટ ફ્લો પણ ઘટાડી દેવામાં આવ્યો છે. જેથી સુરત પરથી ગટરિયા પૂરની ઘાત ટળી છે. Surat Ukai Dam

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે જળસ્તર 10:30 મીટરથી વધુ થઈ ગયું હતું.
ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે જળસ્તર 10:30 મીટરથી વધુ થઈ ગયું હતું. (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2024, 3:32 PM IST

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે જળસ્તર 10:30 મીટરથી વધુ થઈ ગયું હતું. (Etv Bharat Gujarat)

સુરત: હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં વરસ્યો છે. જેને પગલે નદી-નાળા, ડેમ-ચેકડેમ અને તળાવો ઓવરફ્લો થયા છે. ત્યારે સુરતમાં પણ તાપી નદી બે કાંઠે વહી રહી છે. તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી 2.47 લાખ ક્યુસેક પાણી ત્રણ દિવસ સુધી છોડવામાં આવ્યું હતું, ત્યારે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે.

ઉકાઈમાં ઈન ફ્લો ઘટતા આઉટ ફ્લો પણ ઘટાડી દેવામાં આવ્યો
ઉકાઈમાં ઈન ફ્લો ઘટતા આઉટ ફ્લો પણ ઘટાડી દેવામાં આવ્યો (Etv Bharat Gujarat)

ડેમની સપાટી રુલ લેવલ નજીક પહોંચી: ઉપરવાસમાં વરસાદ ઓછો થતાં હથનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં આવતા પાણીની આવકમાં ઘટાડો થયો છે જેને પગલે ઉકાઈ ડેમની સપાટી 335.48 ફૂટે પહોંચી છે, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 335.48 ફૂટ ઉપર પહોંચી છે. જેથી ડેમની સપાટી રુલ લેવલ નજીક પહોંચી જતાં ઉકાઈ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું ઓછું કરાતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો
ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું ઓછું કરાતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો (Etv Bharat Gujarat)

નદીમાં ધીમેધીમે ઘટતું જળસ્તર: હાલ ઉકાઈ ડેમમાં 1.16 લાખ ક્યુસેક પાણીની આવક છે, જ્યારે ડેમમાંથી 1.48 લાખ ક્યુસેક પાણીની જાવક છે. સુરતના વિયરકમ કોઝ-વેની સપાટી 9.54 મીટર પર પહોંચી છે. હાલ તાપી નદીમાં ધીમેધીમે જળસ્તર ઘટી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે જળસ્તર 10:30 મીટરથી વધુ થઈ ગયું હતું. જે હવે ધીમેધીમે ઘટી રહ્યું છે.

શહેરના ફ્લડ ગેટ બંધ કરાયા હતા: અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી નદીમાં પાણીની આવક વધતાં તાપી નદી બે કાંઠે વહેવા લાગી હતી, જેને પગલે શહેરના ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા હતા. જેથી સુરતમાં ગટરિયા પૂરની સ્થિતિ ઉદભવી હતી અને રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાયાં હતા. સુરતના અડાજણ અને કતારગામ વિસ્તારના કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા રેવાનગર ખાતે પાણી ભરાવાનાં શરૂ થતાં પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. શાળામાં જમવાની તેમજ આરોગ્યની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

  1. આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી : જાણો કયા જિલ્લામાં કેટલો વરસાદ નોંધાયો - Gujarat rainfall update
  2. સુરત સિવિલ હોસ્પિટલમાં નાસભાગ મચી : દર્દીએ રેસિડેન્ટ મહિલા તબીબ પર કર્યો હુમલો - Surat Civil Hospital incident

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.