ETV Bharat / state

ભુજની પાલારા જેલના મહિલા બેરેકમાંથી મોબાઇલ અને ચાર્જર મળ્યા, મધરાત્રે મેગા ઓપરેશન - MOBILE PHONE FOUND IN JAIL

કચ્છ જિલ્લામાં ભુજની પાલારા ખાસ જેલમાં મધરાત્રે સિક્રેટ કમ્બાઈન્ડ ઓપરેશન હાથ ધરાયું. જેમાં મહિલા બેરેકમાંથી મોબાઈલ સહિતના ઉપકરણો મળી આવ્યા છે.

ભુજની પાલારા જેલના મહિલા બેરેકમાંથી મોબાઇલ ફોન સહિત ચાર્જર મળી આવ્યા
ભુજની પાલારા જેલના મહિલા બેરેકમાંથી મોબાઇલ ફોન સહિત ચાર્જર મળી આવ્યા (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2024, 8:25 PM IST

કચ્છ: જિલ્લામાં ભુજની પાલારા ખાસ જેલમાં મધરાત્રે સિક્રેટ કમ્બાઈન્ડ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં મહિલા બેરેકમાંથી મોબાઈલ, રાઉટર, ચાર્જર, USB કેબલ મળતાં ચકચાર મચી જવા પામી છે. બેરેકમાં અનઅધિકૃત રીતે ઉપયોગ થતાં મોબાઇલ ફોન, રાઉટર, USB કેબલ તથા ચાર્જર પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપી પાડયા છે અને આરોપી મનીષા ગોસ્વામી સામે BNSની કલમ 223 અને જેલ અધિનિયમ મુજબ ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

મહિલા આરોપીના બેરેકમાંથી ફોન મળી આવ્યો: ગત રાત્રે 11:15 વાગ્યાના આસપાસ વાગ્યે જેલની સ્થાનિક ઝડતી સક્વૉડ ઉપરાંત LCB, SOG, પેરોલ ફર્લો સ્ક્વૉડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડના PI, PSI સહિતના કાફલાએ સર્વત્ર સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેલની પુરુષ, મહિલા બેરેક અને હાઈ સિક્યોરીટી ઝોનમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન મહિલા આરોપી મનીષા ગોસ્વામીના બેરેકમાંથી એન્ડ્રોઈડ ફોન, રાઉટર, ચાર્જર અને ડેટા કેબલ મળી આવ્યાં હતાં.

ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ: આ ઉપકરણોનો કોણે અનધિકૃત ઉપયોગ કર્યો છે અને તેના દ્વારા જેલમાં બેઠાં બેઠાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિને આચરવામાં આવી છે કે કેમ, આ ઉપકરણોનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો, આ ઉપકરણોને જેલમાં કેવી રીતે લાવવામાં આવ્યા તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પાલારા જેલમાં સમયાંતરે મોબાઈલ ફોન મળી આવતાં રહ્યાં છે અને જેલર દ્વારા તે અંગે ફરિયાદો પણ નોંધાતી રહે છે. ગતરાત્રે કરાયેલ કાર્યવાહીમાં પણ બીએનએસની કલમ 223 અને જેલ અધિનિયમની કલમો મુજબ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો:

  1. 107 ગુના, 23 વર્ષથી ફરાર, ઝડપાયો જુનાગઢનો કુખ્યાત ડોન કાળા રાડા
  2. ડીસામા પોલીસે લૂંટારૂઓનું સરઘસ કાઢ્યું, અડઘું ગામ જોવા ઉમટ્યું, આરોપીઓ હાથ જોડતા રહ્યાં...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.