ETV Bharat / state

વડોદરામાં ધારાસભ્યએ કોર્પોરેશનના અધિકારીને જાહેરમાં ખખડાવી નાખ્યા, જાણો શું થયું - Vadodara corporation - VADODARA CORPORATION

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેની કામગીરી અંગે તો આપણે સહુ જાણીએ જ છીએ. લોકો તો કોર્પોરેશન પર ઘણા સમયથી નારાજ રહેતા જ હતા ત્યાં હવે ધારાસભ્યનો પણ પારો ઉપર ચઢી ગયો. વડોદરામાં જાહેર રોડ પર ધારાસભ્યને કોર્પોરેશનના અધિકારીને ના છૂટકે બે શબ્દો કહેવા પડ્યા. જાણો શું થયું...

ધારાસભ્યને કેમ થવું પડ્યું VMC કર્મચારીથી નારાજ?
ધારાસભ્યને કેમ થવું પડ્યું VMC કર્મચારીથી નારાજ? (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 14, 2024, 1:54 PM IST

વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 4 કરોડના ખર્ચે તૈયાર કરેલી વોર્ડ ઓફિસના ઉદ્ઘાટન સમયે બિલ્ડીંગમાં નિયમો પ્રમાણે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં આવી ન હતી. જેને લઈને સયાજીગંજના જાગૃત ધારાસભ્ય કેયુર રોકડિયાએ અધિકારીનો જાહેરમાં ઉધડો લીધો. જેથી સમગ્ર વાતાવરણ ગરમાયું હતું.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી વોર્ડના સ્થાને ચૂંટણી વોર્ડ પ્રમાણે કુલ 19 વહીવટી વોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. જાણવા મળતી. માહિતી મુજબ જેમાં કેટલીક જગ્યાએ નવી વૉર્ડ ઓફિસ બનાવવાની બાકી હતી. તેની કામગીરી પાછળથી શરૂ થઈ હતી. જેમાં આજે રૂપિયા 2 કરોડના ખર્ચે બનેલી વોર્ડ નંબર એકની વોર્ડ ઓફિસના ઉદ્ધાટનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કોર્પોરેશનના કર્મચારીઓને હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના હતા તે સમય દરમિયાન સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિ જોતા તેઓ ઉશ્કેરાયેલા અને અધિકારીનો જાહેરમાં ઉધળો લીધો હતો.

વિપક્ષના કોર્પોરેટરે કરી રજૂઆત

ઉદ્ઘાટન સમયે કોંગ્રેસના કોર્પોરેટરે પાર્કિંગ અને વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા નવી ઇમારતમાં રાખવામાં આવી જ નથી. જેથી તાત્કાલિક અસરથી આ સિસ્ટમ અને પાર્કિંગની સુવિધા માટે શેડ લગાડવામાં આવે તેવી માંગણી કરી હતી. આ રજૂઆત દરમિયાન સયાજીગંજના ભાજપના ધારાસભ્ય કેયુર રોકડીયાએ અધિકારીને આ બાબત પુછી હતી. પરંતુ અધિકારીએ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં આવી નથી તેમ જણાવતા ધારાસભ્ય ગુસ્સે ભરાયા હતા. ધારાસભ્ય અને અધિકારી સાથે તું તું ...મેંમેં ...કરી ના દ્રશ્યો સર્જાયા હતા.

VMC અધિકારીને ખખડાવતા ધારાસભ્ય (Etv Bharat Gujarat)

ધારાસભ્યએ કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિને ખખડાવતા જણાવ્યું હતું કે, નવી ઈમારત બનાવવામાં આવે તેમાં કોઈપણ નિષ્કાળજી રાખવાની હોય નહીં. જીડીસીઆરના નિયમોના અમલ કર્યા પછી પણ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં આવી નથી. તે યોગ્ય બાબત નથી.

ચાર કરોડના ખર્ચે બનેલ ઈમારતમાં નિયમો મુજબ કામગીરીનો અભાવ

ચાર કરોડના ખર્ચે બે બિલ્ડિંગનું નિર્માણ વડોદરા કોર્પોરેશન દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી રૂપિયા 2.5 કરોડના ખર્ચે છાણી પાણીની ટાંકી પાસે વોર્ડ નંબર 1ની વહીવટી કચેરીનું ભવ્ય બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. તે જ રીતે વાસણા વિસ્તારમાં રૂપિયા 1.92 કરોડના ખર્ચે વોર્ડ નંબર 10ની વહીવટી કચેરીનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. જેનુ મેયરના પિંકી બેન સોનીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રોકડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેટલીક આંતરિક કામગીરી બાકી હતીઃ મેયર

વડોદરા કોર્પોરેશનના મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું કે, વડોદરા કોર્પોરેશન શહેરની પ્રજાને વધુમાં વધુ સુવિધાઓ મળે તે માટે સતત કાર્યરત છે. વડોદરા શહેરમાં આવેલી 19 વહીવટી વોર્ડ કચેરીઓના નવિનીકરણ માટે આગેકૂચ કરી રહ્યું છે. ત્યારે આજે બે નવી વોર્ડ કચેરી તૈયાર કરવામાં આવેલી બિલ્ડિંગોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. છાણી ખાતે તૈયાર કરવામાં આવેલી બિલ્ડિંગ છ માસ પૂર્વે તૈયાર થઈ ગઈ હતી, પરંતુ આંતરિક કેટલીક કામગીરી બાકી હોવાના કારણે પ્રજા માટે ખૂલ્લી મુકાઈ શકી શકાય તેમ ન હતી. કામગીરી પૂર્ણ થતા અને હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી આજે આ લોકાર્પણ કરવામાં આવી છે. હવે આ વિસ્તારના લોકોને તમામ પ્રકારની સુવિધા મળશે.

પાર્કિંગ શેડની પણ સુવિધા પણ નથી

સમયની તક જોઇ તે સમયે ઉપસ્થિત વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલર જહા દેસાઈએ રજૂઆત કરતા જણાવ્યું કે, રૂપિયા 2 કરોડ ઉપરાંતના ખર્ચે બનાવવામાં આવેલી નવી બિલ્ડિંગમાં પાર્કિંગ માટે શેડની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યારે ધારાસભ્ય કેયુર રોકડિયાએ પાર્કિંગની સુવિધા માટે તાત્કાલિક શેડ બનાવવા માટે પણ સૂચના આપી હતી.

પાણી વહી ગયા બાદ જ નેતાઓ જાગ્યા

તાજેતરમાં જ ચોમાસાની ઋતુમાં કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ પ્રિમોન્સૂનની કામગીરી સામે પણ શહેરીજનોએ કેટલાક સવાલો ઉઠાવ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 4 કરોડના ખર્ચે તૈયાર કરેલી વોર્ડ ઓફિસના ઉદ્ઘાટન સમયે બિલ્ડીંગમાં નિયમો પ્રમાણે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં આવી ન હતી જેને લઈને સયાજીગંજના જાગૃત ધારાસભ્ય કેયુર રોકડિયાએ અધિકારીનો જાહેરમાં ઉધડો લીધો. જેથી સમગ્ર વાતાવરણ ગરમાયું હતું.

  1. મુન્દ્રાની ખાનગી કંપનીમાં દુર્ઘટના સર્જાઈ : 18 જેટલા શ્રમિકો ઘાયલ, 1 યુવતીનું મોત - Mundra accident
  2. સુરતના પોલીસકર્મીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, સ્યુસાઇડ નોટમાં લખ્યું કારણ... - Surat policeman committed suicide

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.