ETV Bharat / state

વડોદરા કારેલીબાગ પાસે આઇસર ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા સગીરાનું મોત - Accident Icer Tampa hits Activa

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 13, 2024, 7:32 PM IST

વડોદરાના શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક આઇસર ટેમ્પાએ એક્ટીવાને અડફેટે લીધી હતી. પરિણામે મોટો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં શોપિંગ કરીને ઘરે પરત ફરી રહેલી બે બહેનોની અકસ્માતનો ભોગ બની હતી. આ દુર્ઘટનામાં 17 વર્ષીય કેયા દિનેશભાઈ પટેલ, જે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી, તેનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું. જાણો. Accident Icer Tampa hits Activa

આઇસર ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા સગીરાનું મોત
આઇસર ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા સગીરાનું મોત (Etv Bharat Gujarat)

વડોદર: શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક દુર્ઘટનામાં, શોપિંગ કરીને ઘરે પરત ફરી રહેલી બે બહેનોની એક્ટીવાને આઇસર ટેમ્પાએ અડફેટે લીધી હતી. આ દુર્ઘટનામાં 17 વર્ષીય કેયા દિનેશભાઈ પટેલ, જે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી, તેનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું.

પોલીસે ટ્રક ચાલક સામે ફિરયાદ નોંધી: આ દુર્ઘટના બાદ કેયા પટેલને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન તેમણે પ્રાણ ગુમાવ્યા હતા .સમગ્ર ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી.જેના આધારે પોલીસ કાર્યવાહી હાથ ધરી. આઇસર ટેમ્પો ચલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

માસીની દીકરી સાથે ખરીદી કરવા: વડોદરા અશોક વાટીકા સોસાયટીમાં રહેતા દશરથ ગામ ફર્ટીલાઇઝર નગરમાં આવેલ જીએસએફસી. યુનિવર્સીટીમા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમા અભ્યાસ કરતા 17 વર્ષીય જાનસીબેન પટેલ તેમના માસીની દિકરી કેયા દિનેશભાઈ પટેલ સાથે ઘરેથી એક્ટીવા ઉપર બેસી ખરીદી કરવા ગયા હતા.

આઈસર ટ્રકે ટક્કર મારતા જીવ ગુમાવ્યો: ખરીદી કરવા માટે એક્ટિવા લઈને બંને દીકરીઓ કારેલીબાગ મુક્તાનંદ તરફ જવાના માર્ગ ઉપર યુ ટર્ન મારી પાણીની ટાંકી સર્કલથી અમીતનગર તરફ જતા હતા. તે સમય દરમિયાન ગફલતભરી રીતે પુરઝડપે આવી રહેલ એક આઇસર ટ્રકના ચાલકે એક્ટીવા મોપેડને અડફેટે લેતા જાનસીબેન અને કેયા પટેલ હવામા ફંગોળાઈ રોડ નીચે પટકાયા હતા.પરંતું જાનસી બેનને વધુ ઈર્જા ન પહોંચતા તેઓ તરત ઉભા થઇ ગયા હતા. પણ તેમના માસીની દિકરી કેયા એક્ટીવા સાથે રોડ ઉપર બેભાન અવસ્થામાં પડેલ અને તેમના નાકમાથી લોહી નીકળી રહ્યું હતું.

હેલ્મેટ પહેર્યું હોત તો બચાવ થતો: એસીપી જી.બી. બાંભણિયાએ જણાવ્યું હતું કે, આઇસર ટેમ્પોની અડફેટે વિદ્યાર્થીનીના મોત મામલે ટેમ્પોના ડ્રાઇવરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીનીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને હેલ્મેટ પહેર્યું હોત તો તેનો જીવ બચી જાત. આ ઉપરાંત શહેરમાં પ્રવેશતા ભારદારી વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ જ્યારે ઘટના બને છે ત્યારે જ પોલીસ તંત્ર પણ સજાગ બને છે.ત્યાર પહેલા પોતાની સજાગગીરી બતાવવામાં આવતી નથી.

  1. પ્રિ-સ્કૂલ સંચાલકો અને શિક્ષકોએ CM પટેલને રાખડી મોકલી, માંગી એક ખાસ ભેટ - Rakshabandhan 2024
  2. શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી ઘટના, આશ્રમશાળાની વિદ્યાર્થીનીઓ પાસે મજૂરીકામનો વિડીયો વાયરલ - Labor work with female students

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.