ETV Bharat / state

મહેસાણામાં દિવાળી ટાણે ઝડપાયું MD ડ્રગ્સ : કોના માટે, ક્યાંથી આવ્યું ડ્રગ્સ ? - MEHSANA MD DRUGS

દિવાળી ટાણે મહેસાણામાંથી 28 ગ્રામ જેટલા ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો છે. પોલીસ આ મામલે પૂછપરછ કરી ડ્રગ્સ મંગાવનારની શોધી રહી છે.

28 ગ્રામ જેટલા ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો
28 ગ્રામ જેટલા ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2024, 9:44 AM IST

મહેસાણા : રાધનપુર-મહેસાણા રોડ જેવા પોશ વિસ્તારમાંથી MD ડ્રગ્સ મળતા ચકચાર મચી ગઈ છે. દિવાળી ટાણે મહેસાણા શહેરમાં પણ કોઈ ડ્રગ્સ મંગાવતું હોય અને ડ્રગ્સ વેચાતું હોય તે ખૂબ ચોંકાવનારી બાબત છે. મહેસાણાના ખૂબ ટ્રાફિક વાળા અને રહેણાંક તેમજ ખાણીપીણી અને શોપિંગથી ધમધમતા રાધનપુર રોડ પરથી એક શખ્સ ડ્રગ્સ સાથે ઝડપાયો છે.

મહેસાણામાં ઝડપાયું MD ડ્રગ્સ : મહેસાણા તાલુકા પોલીસને મળેલી બાતમીને આધારે મહેસાણા રાધનપુર રોડ પર આવેલ મંગલ દર્શન ફ્લેટ પાસે એક શખ્સ બાઈક લઈને ડ્રગ્સ વેચવા ઉભો હોવાથી પોલીસ સ્થળ પર પહોંચી હતી. રાધનપુર રોડ પર મંગલ દર્શન એપાર્ટમેન્ટ પાસેથી 2 ઝીપ લોક પાઉચમાં ડ્રગ્સ લઈને ઉભેલા શખ્સની તલાશી લેતા જ આ શખ્સ ઝડપાઈ ગયો હતો. જેની પાસેથી રૂપિયા 2.86 લાખનું 28.66 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું હતું.

મહેસાણામાં દિવાળી ટાણે ઝડપાયું MD ડ્રગ્સ (ETV Bharat Gujarat)

કોના માટે, ક્યાંથી આવ્યું ડ્રગ્સ ? પકડાયેલ આરોપી સિંધી ડફેર કાદરખાન વલી મહંમદખાન છે. જેની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, પંદર દિવસ પહેલા આ શખ્સ અજમેર જઈ રીક્ષા વાળા પાસેથી MD ડ્રગ્સ લાવ્યો હતો. મહેસાણાના સિકંદર હારુન સિંધી ડફેર, લશ્કરી કુવા મહેસાણા વાળા પાસેથી પણ ડ્રગ્સ મંગાવ્યું હતું. તો વળી અમરીશ પટેલ નામના મહેસાણાના શખ્શને ડ્રગ્સ આપવાનું હોવાની પણ માહિતી ખુલી હતી. બાકીના બંને આરોપીઓની શોધખોળ ચાલુ છે.

પોલીસ કાર્યવાહી : દિવાળી ટાણે મહેસાણામાંથી ડ્રગ્સ મળતા પોલીસ પણ સતર્ક થઈ છે. મહેસાણામાં તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ પકડાયું હોય એવી કદાચ પહેલી ઘટના હશે. ખાસ તો દિવાળી ટાણે ડ્રગ્સ પકડાવું અને એ પણ મહેસાણાના શખ્સે મંગાવ્યું હોવાની તપાસમાં નીકળેલી વિગતો પણ મોટી વાત છે. મહેસાણા પોલીસે એલર્ટ થઈ હાલમાં કરેલી કાર્યવાહી બાદ હવે ડ્રગ્સ મંગાવનાર અને ડ્રગ્સ વેચનાર અજમેરના શખ્સની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

  1. મહેસાણામાં 1.60 કરોડનો ભેળસેળિયો જથ્થો જપ્ત કર્યો
  2. મહેસાણામાં ઝડપાયું અધધ 43 હજાર કિલો શંકાસ્પદ ઘી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.