મહેસાણા: જિલ્લામાં મહિલાઓ સાથે ઠગાઈ કરતી મહિલા ઠગ ટોળકીને પકડવા પોલીસ વેશ બદલી સામાન્ય લોકોમાં ભળીને ગુનેગારોને પકડી લીધા છે. પોલીસ શાકભાજીવાળો તેમજ રિક્ષાવાળો બની ગુનેગારોની આસપાસ ફરતી હતી અને અંતે તે ઢગ ટોળકીને પકડી પાડી છે. ઠગ ટોળકી વિચાર કરતી થઈ ગઈ કે 15 દિવસ સુધી એની આસપાસ પોલીસ હતી પરંતુ તેઓને ગંધ શુધ્ધા ન આવી.
કેવી રીતે ચીરી કરી હતી ઢગ ટોળકીએ: સૌપ્રથમ સીસીટીવીમાં જોતાં ખ્યાલ આવે છે કે ત્રણ મહિલાઓ અવરજવર કરતી દેખાય છે. આ સમગ્ર ઘટના છે મહેસાણાના રોયલ નગર સોસાયટીમાં ખોડીયાર બ્યુટી પાર્લર વિસ્તારની. ખોડીયાર બ્યુટી પાર્લર ચલાવતી મહિલા પોતાનું ગુજરાન આ બ્યુટી પાર્લર થકી ચલાવતી રહી હતી. ત્યારે 3 અજાણી મહિલાઓ બ્યુટી પાર્લર ચલાવતી મહિલાના બ્યુટી પાર્લરમાં પહોંચી વાતોમાં ભોળવીને મહિલાની નજર ચૂકવી ગળામાં ભરેલું સોનાનું મંગળસૂત્ર અને સોનાની વીંટી તેમજ રોકડ રૂપિયા 5500 એ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જે સમગ્ર ઘટનાની મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસને ઠગ મહિલાઓ વિશે બાતમી મળી: ગુનાની શંકાસ્પદ જણાયેલી મહિલાઓ ગાંધીનગર દહેગામ તાલુકાના બહિયલ ગામની અને ઉટેરા તાલુકો બાયડની હોવાનું જાણવા મળ્યું હતું. જેની સર્વેલન્સ સ્કોડના માણસો ગોઠવી પોલીસે એક અલ્ટો ગાડી સવારે 04:00 વાગે અંબાજી તરફ નીકળી હોવાની માહિતી મળી હતી. આ ગાડી અંબાજી બાજુથી પાલનપુર થઈ ઊંઝા થઈ ગાંધીનગર જતી હોવાની માહિતી મળતા મહેસાણાની દર્શન હોટલ નજીક ત્રણેય મહિલાઓ પકડાઈ ગઈ હતી અને પૂછપરછ દરમિયાન ગુનાની કબુલાત કરી લીધી હતી.
મહેસાણા સહિત અન્ય ઘણા જિલ્લાઓમાં ગુના માટે આ મહિલાઓ જાણીતી છે: પોલીસે ધરપકડ કરેલ ઠગ મહિલાઓમાં ખેડાના કપડવંજની વાદી રંજનબેન અર્જુનભાઈ વિહાભાઇ, ગાંધીનગરના બહિયલની મીનાબેન મહેન્દ્રભાઈ વાદી અને અરવલ્લીના ઉટેરાની વાડી અંજુબેન સંજયભાઈ રમેશભાઈ હોવાની ઓળખ થઈ હતી. આ ત્રણેયની પૂછપરછ કરતા મહેસાણાના બ્યુટી પાર્લરમાંથી ચોરી કરેલ મુદ્દા માલ પણ રિકવર કરવામાં આવ્યો હતો. આપને એ પણ જણાવી દઈએ કે આ ત્રણેય મહિલાઓ ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું ખુલ્યું છે. આ ત્રણેય મહિલાઓ વિરુદ્ધ મહેસાણા, દરિયાપુર, ઘાટલોડીયા, પાલનપુર, દહેગામ, આદિપુર, વારાહી, નખત્રાણા અને માંડવી પોલીસ મથકોમાં ઠગાઈના ગુના નોંધાયા છે.
પોલીસે મહિલાઓને પકડવા બદલ્યો વેશ: હવે તમને એ પણ જણાવીએ કે આ ઠગ ટોળકીને મહેસાણા પોલીસે કેવી રીતે ઝડપી પાડી. મહેસાણા પોલીસની સર્વ ટીમે આ ઠગ ટોળકીને પકડવા માટે 15 દિવસ સુધી વેશ પલટો કરી સામાન્ય માણસની જેમ રેકી કરી હતી. કોઈ પોલીસ કર્મચારી શાક વેચવા રોજ લારી લઈને નીકળી પડે તો કોઈ પોલીસ કર્મચારી રીક્ષા લઈને એ વિસ્તારમાં રિક્ષા ચલાવે.
વધુ તપાસ હાથ ધરવામાં આવી છે: આમ આવી ઠગ ટોળકીઓ જરા ચેતી જજો કારણ કે જો પોલીસ ધારશે તો તમે ગમે તે ખૂણામાં હશો તો પણ તમે છુપાઈ નહીં શકો. મહેસાણા પોલીસે વેશ પલટો કરી જાત ભાતના પેતરા અપનાવી કોઈને શંકા પણ ન જાય તેવી રીતે આ ત્રણ મહિલાને ઝડપી પાડી જેલ હવાલે કરી છે. હજુ પણ આ મહિલાઓને બીજું કોણ મદદ કરી રહ્યું હતું ? આ મહિલાઓને કોણ બાદમી આપતું હતું ? આ મહિલાઓને કોણ ગાડીમાં લઈ અને મૂકી જતું હતું ? તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: