ETV Bharat / state

મહીસાગરમાં મેધરાજાએ રમઝટ બોલાવી, સૌથી વધુ વરસાદ વિરપુરમાં નોંધાયો - heavy rain in mahisagar

મહીસાગર જિલ્લાના કડાણા પંથકમાં વરસાદી માહોલ જામતા કડાણા તાલુકાના દીવડા, ડીંટવાસ, સરસવા, અને ગોધર સહિતના ગામોમાં હળવો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત બાલાસિનોરમાં પણ બપોરના સમય બાદ વરસાદની શરૂઆત થઈ છે. તેમજ મહીસાગર જિલ્લાના અન્ય તાલુકાઓમાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતું., rain in mahisagar

સૌથી વધુ વરસાદ વિરપુરમાં નોંધાયો
સૌથી વધુ વરસાદ વિરપુરમાં નોંધાયો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 24, 2024, 8:00 PM IST

મહીસાગરમાં મેધરાજાની મહેર (ETV Bharat Gujarat)

મહીસાગર: મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. કડાણા તાલુકાના દીવડા, ડીંટવાસ, સરસવા, અને ગોધર સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. મહીસાગર જિલ્લામાં ખાનપુર, લુણાવાડા, બાલાસિનોર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. મહીસાગર જિલ્લામાં ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. તેમજ હજી મહીસાગર જિલ્લામાં સારો વરસાદ વરસે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.

મહીસાગરમાં મેધરાજાની મહેર

રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. મહિસાગર પંથકમાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું હતું. મહીસાગર જિલ્લાના કડાણા, બાલાસિનોર અને વિરપુર વિસ્તારમાં બપોર બાદ હળવો વરસાદ વરસ્યો હતો. જેમાં કડાણામાં 56 mm, લુણાવાડામાં 8 mm વરસાદ નોંધાયો છે. બાલાસિનોરમાં બપોરના સમય દરમ્યાન 31mm અને વિરપુર વિસ્તારમાં બપોરના સમય બાદ બે કલાકમાં 90 mm, સંતરામપુર માં 28 mm તેમજ ખાનપુરમાં 3 mm વરસાદ નોંધાયો છે. સમગ્ર દિવસ દરમ્યાન મહીસાગર જિલ્લામાં વરસાદી વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતું.

સૌથી વધુ વરસાદ વિરપુરમાં નોંધાયો
સૌથી વધુ વરસાદ વિરપુરમાં નોંધાયો (ETV Bharat Gujarat)

મહીસાગરના કડાણા, વીરપુર અને બાલાસિનોરમાં હળવો વરસાદ વરસ્યો છે. ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહયા હતા એવામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ આવતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જીલ્લામાં વરસાદ થતા દિવેલા, કપાસ અને મકાઈની વાવણી માટે ખેડૂતોએ તૈયારી કરી છે. મહીસાગર જિલ્લામાં સારો વરસાદ વરસે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.

  1. સુરતના માંગરોળના લિંબાડા ગામે રાજ્યધોરી માર્ગ પર ફરી વળેલ પાણીમાં કાર તણાઈ - Car got stuck in rainwater
  2. જૂનાગઢમાં અઠવાડિયાથી ખાબકેલા વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત, જિલ્લાના તમામ જળાશયો ઓવરફ્લો - Junagadh News

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.