રાજકોટ: પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદન બાદ સતત વિવાદ વધી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વિરોધ સાથે રૂપાલાની ટિકિટ બદલવાની માંગ ઉગ્ર બની હતી. ત્યારે ક્ષત્રિય સમાજ અને ભાજપ નેતાઓ વચ્ચેની આ મામલે બેઠક યોજાઈ હતી. બે કલાક સુધી બેઠક ચાલી હતી. જો કે આ બેઠક નિષ્ફળ રહી હતી.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં કોર કમિટી અને સંકલન સમિતિની બેઠક મળી તમામ સંગઠનએ આગેવાનોની વાત સાંભળી. ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે અમે કોર કમિટિ સામે અમારી વાત મુકી છે. રૂપાલા ત્રણ- ત્રણ વાર માફી માંગી ચૂક્યા છે. પ્રદેશ અધ્યક્ષે પણ માફી માંગી હતી. જો કે ક્ષત્રિય સમાજ રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવાની તેમની માંગ પર અડગ રહ્યા હતા.
રાજપૂતની અસ્મિતા પર સવાલ છે - કિરણસિંહ ચાવડા
ક્ષત્રિય સમાજના પ્રવક્તા કિરણસિંહ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરતાં જણાવ્યું હતું કે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી છે. હવે મીટીંગ નહીં થાય. આ આંદોલન કોઈ સમાજ સાથે નથી. માત્ર રૂપાલા સામે છે. 400 ભાઈ-બેન રાજકોટથી ઉમેદવારી કરશે. કોઈ પણ સીટ પરથી રૂપલાને ટિકિટ મળશે તો રાજપૂત સમાજ વિરોધ કરશે. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપનો વિરોધ કરશે. રાજપૂતની અસ્મિતા પર સવાલ છે.
બધા આગેવાનોએ એક સુરે કહ્યું, આ મુદ્દે કોઈ સમાધાન નહીં થાય - કિરણસિંહ ચાવડા
આ લડાઈ ક્ષત્રિય સમાજની છે. ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલા પડ્યા નથી. બેનું દીકરીની તરફેણમાં નિર્ણય અવવો જોઈએ. આજે સમાજના સાત આગેવાનોને મળવા આવ્યા હતા. લોકશાહીમાં સંવાદ જરૂરી હોય છે. સંકલન સમિતિનીને મળવા માંગતા હતા. અમે તમામ સંગઠનવતી રજૂઆત કરી જે વાત સરકાર અને પક્ષ લઈને આવ્યો તેને અમે સાંભળ્યા છે. અમે સર્વાનુમતે રજૂઆત કરી રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવા વાત કરી છે. આ સિવાય અમારું કોઈ સ્ટેન્ડ નથી.
રાજ્યની 26 બેઠક પર યુવાનો અપક્ષ ઉમેદવારી કરશે - કિરણસિંહ ચાવડા
અમારા આગામી કાર્યક્રમો ચાલુ રહશે. સમગ્ર ભારતના 22 કરોડ ક્ષત્રિય છે. અમારા વતી હાઈ કમાન્ડ સમક્ષ વાત કરજો તેવું અમે કહ્યું છે. પરષોત્તમ રૂપાલા મુદ્દે આ અમારી અંતિમ બેઠક હતી. આવતીકાલે 5 વાગે સુધી રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવે નહિ તો આજે બેઠકમાં બહેનોએ કહ્યું કે કાલે કમલમમાં જોહાર કરીશું. અમે વિનંતી કરી છે કે કોઈ પણ રાજકીય પક્ષ એમને દબાવી શકે તેમ નથી. આ યુદ્ધનું મેદાન છે હવે. આ આંદોલન કોઈ સમાજ સાથેના નથી. ટિકિટ રદ્દ નહિ થાય તો રાજ્યની 26 બેઠક પર અમે જઈશું. આ મુદ્દાની શરૂઆત રાજકોટથી શરુ થશે અને યુવાનો અપક્ષ ઉમેદવારી કરશે. રાજકોટ સંમેલન કેવી રીતે કરવું અને ક્યારે કરવું તે મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ.