બનાસકાંઠા: ડીસાના ગ્રામ્ય મામલતદારને ખાનગી રહે બાતમી મળી હતી કે ધાનેરાના સીલાસણા ગામના વીસીની આઈડીનો ખોટી રીતે ઉપયોગ કરી રેશનકાર્ડની KYC કરવાની કાર્યવાહી બિનઅધિકૃત કરવામાં આવી રહી છે. જે બાબતે મામલતદારની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન સ્થળ પરથી કોમ્પ્યુટર સહિતનો સામાન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
રેશનકાર્ડની બિનઅધિકૃત KYCની કામગીરી: રેડ દરમિયાન વીસીનું ડુપ્લીકેટ થમ બનાવી પેછડાલ ગામમાં ખાનગી દુકાનમાં રેશનકાર્ડનું બિનઅધિકૃત KYC કરવાની કાર્યવાહી ચાલતી હતી. જોકે હાલ આ મામલતદારની ટીમ દ્વારા ઘટના સ્થળે રેડ કરીને કમ્પ્યુટર સહિત ડુપ્લીકેટ થમ સહિતનો સામાન જપ્ત સિઝ કરાયો છે.
ડીસાના મામલતદાર દ્વારા કામગીરી: ડીસાના ગ્રામ્ય મામલતદારે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમને ખાનગી રહે બાતમી મળી હતી ત્યારે બાતમીના આધારે અમારી ટીમ દ્વારા રેડ કરીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ હાલ કરી જે કોઈ જવાબદાર વ્યક્તિ છે. તેના સામે કાયદાકીય પગલાં લેવાની તમામ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
મામલતદાર દ્વારા ઝીણવટભરી તપાસ: મામલતદારે જણાવ્યું કે, કમ્પ્યુટર સહિતના સામાનની ઝીણવટ ભરી તપાસ બાદ કેટલા સમયથી અને બિનઅધિકૃત KYC સહિતની કામગીરી કરવામાં આવતી હતી. તે તમામ વિષયોને લગતી તપાસ કરવામાં આવશે અને અન્ય તાલુકાના હોવાથી વળી કચેરીએ રિપોર્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો: