જુનાગઢઃ સામામાંથી પણ ચટાકેદાર મસાલેદાર તીખી તમતમતી અને મીઠી વાનગીઓ બની શકે છે. આજે જુનાગઢમાં રાધારાણી મહિલા મંડળ દ્વારા મોરૈયામાંથી બનતી વિવિધ મીઠાઈઓ બનાવવાની એક સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં 22 જેટલી મહિલાઓએ સામામાંથી સ્પાઈસી મસાલેદાર તીખી મીઠી ફરાળી વાનગીઓ બનાવીને ઉપસ્થિત નિર્ણાયકોને પણ મુજવણમાં મુકી દીધા હતા.
સામામાંથી બનતી ચટાકેદાર અને મસાલેદાર વાનગીઓ
આગામી દિવસોમાં સામા પાંચમ આવી રહી છે ત્યારે જુનાગઢના રાધારાણી મહિલા મંડળ દ્વારા સામો એટલે કે, મોરૈયામાંથી બનતી વિવિધ વાનગીઓની એક સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં 20 જેટલી મહિલાઓએ સામો એટલે કે, મોરૈયામાંથી વિવિધ ચટાકેદાર મસાલેદાર તીખી તમતમતી અને મીઠી ફરાળી વાનગી બનાવીને નિર્ણાયકોને પણ મુશ્કેલીમાં મૂકી દીધા હતા. સામાન્ય રીતે અત્યાર સુધી સામામાંથી ખીર બનતી હોય છે અને લોકોને સામામાંથી ખીર બને તે પ્રકારની માહિતી હતી પરંતુ આજે મહિલાઓ દ્વારા સામામાંથી એકદમ ચટાકેદાર અને તે પણ પાછી ફરાળી વાનગીઓ બનાવીને નિર્ણાયકોને પણ ચોંકાવી દીધા હતા.
ઈડલી, ઘુઘરા, ઢોકળા અને દાબેલી પણ મોરૈયામાંથી બને
જુનાગઢની મહિલાઓ દ્વારા આજે સામામાંથી સ્ટફ ઈડલી, દાબેલી, સામાની ખીચડી, સામામાંથી બનતા ઘુઘરા, ઢોકળા, દહીંવડા, સામાનો ઉપયોગ કરીને બનાવેલી સેન્ડવીચ, ખાંડવી અને ચકરી ઉપરાંત ચાઈનીઝ ખાવાના શોખીનો માટે સામામાંથી બનતા લોલીપોપ મંચુરિયન, પુડલા અને મુઠીયાની સાથે સામાપટ્ટી બનાવીને સ્વાદના શોખીનો અને ખાસ કરીને ઉપવાસના સમયમાં જે લોકોને ચાટાકેદાર ખાવાની ઈચ્છા ધરાવે છે તેવા લોકો માટે જુનાગઢની મહિલાએ પોતાના જ્ઞાન અને સામામાંથી પણ મસાલેદાર અને જીભને ચટકો લગાડે તેવી વાનગી બની શકે છે તેનું આદર્શ દ્રષ્ટાંત પણ પૂરું પાડ્યું હતું. સામાન્ય રીતે મોરૈયામાંથી ખીચડી ખીર કે વધીને સામાનો શીરો અત્યાર સુધી બનતો હતો અને લોકોએ તેનો ટેસ્ટ કર્યો છે, પરંતુ ફાસ્ટ ફૂડની માફક જ સામામાંથી પણ ચટાકેદાર અને મસાલેદાર તેમજ જીભને કોઈ પણ સમયે ચસકો લગાડે તે પ્રકારની ફરાળી વાનગી પણ બની શકે છે.
આ પણ વાંચો: