જામનગર: નવરાત્રિના તહેવારને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે જામનગરના મહેન્દ્રભાઈ વિનુભાઈ નંદાએ 21 કિલો સાંકળ પોતાના શરીર પર બાંધીને જામનગર શહેરથી હિંગળાજ સંઘ માતાના મઢ પદયાત્રા માટે પ્રસ્થાન કર્યું છે. તેમજ અંંદાજિત 100 થી 150 જેટલા લોકોએ આ સંઘમાં પગપાળા જવા નીકળ્યા છે. જામનગરથી છેલ્લા બાર વર્ષથી હિંગળાજ સંઘ પગપાળા માતાના મઢે આસો નવરાત્રિ પર જવા માટે પ્રસ્થાન કરે છે.
શરીર પર 21 કિલોની સાંકળ બાંધી માતાના મઢે જવા રવાના: મહેન્દ્રભાઈ વિનુભાઈ નંદા (ઉંમર 23) પવનચક્કી બાવાવાડ વારા પોતાના શરીર પર 21 કિલોની લોખંડની સાકળ બાંધી પગપાળા જામનગરથી માતાના મઢ જવા માટે નીકળ્યા છે. આજે રવિવારના રોજ હવાઈ ચોક નજીક સેન્ટ્રલ બેન્ક રોડ થઈ દરબારગઢ નજીક આશાપુરા મંદિરેથી શાક માર્કેટ અને નદીપા વિસ્તાર થઈ નાગનાથ ગેટ ચોકડીથી વિક્ટોરિયા પુલ તરફના માર્ગ ઉપર પ્રસ્થાન કર્યું હતું. જેમાં મારી ભક્તોએ ડીજેના તાલ ઉપર વાજતે ગાજતે માતાજીના જય કારા સાથે પદયાત્રા સંઘનો શુભારંભ કર્યો હતો.
આ પણ વાંચો: