રાજકોટ: આજનો દિવસ અમદાવાદની 147 મી રથયાત્રા વિધિવત પરંપરા અને ઇતિહાસ, જાણો - Jagannath Rath Yatra 2024એટલે ભગવાન જગન્નાથ રથયાત્રાનો દિવસ. ગુજરાતમાં અમદાવાદમાં જગન્નાથની યાત્રા નીકળે છે. ત્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ યાત્રાઓ નીકળે છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આજે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 22 કિલોમીટરની રથયાત્રામાં ખાસ ફ્લોટ્સની સાથે સનાતની બુલડોઝર પણ રાખવામાં આવ્યું છે.
અંદાજિત 22 કિલોમીટરની યાત્રા: રાજકોટમાં નીકળેલ આ રથયાત્રા વિષે કૈલાસધામ આશ્રમના મહંત ત્યાગી મનમોહનદાસજીનાં જણાવ્યું કે, વાજતે-ગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ થઈ હતી જેમાં સંતો અને મહંતોની સાથે વિવિધ રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ પણ જોડાયા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે, આ વખતે 56 ભોગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા અંદાજિત 22 કિલોમીટરની હતી, જેમાં વિવિધ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. રથયાત્રાનાં માધ્યમથી વર્ષભર જે ભક્તો ભગવાન જગન્નાથજીનાં દર્શન કરવા જઈ શકતા નથી તેને ખુદ ભગવાન સામે ચાલીને દર્શન આપવા માટે આવે છે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત: તમનવે જણાવી દઈએ કે રાજકોટમાં કૈલાસધામ આશ્રમેથી રથયાત્રા શરૂ થઈ અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી સાંજે ભગવાન જગન્નાથજી નિજ મંદિરે પરત ફરશે. આ રથયાત્રમાં ધાર્મિક, સામાજિક સંસ્થાઓ પણ જોડાય છે. જેના ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બનયા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ આ રથયાત્રામાં ગોઠવવામાં આવ્યો છે. રાજકોટની આ રથયાત્રામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.