ETV Bharat / state

છોટા ઉદેપુર અને બોડેલી નગરમાં ભગવાન જગન્નાથ નીકળ્યા નગર ચર્ચાએ - Rath Yatra in ChhotaUdaipur - RATH YATRA IN CHHOTAUDAIPUR

અષાઢી બીજ આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છોટા ઉદેપુર નગર સહિત બોડેલી નગરમાં ખૂબ જ ધામધૂમથી અને ભાવ સભર વાતાવરણમાં નીકળી રથયાત્રા સેવા સમિતિ દ્વારા આ રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. છોટા ઉદેપુર જિલ્લામાં ભક્તિભાવ પૂર્વક ભગવાન જગન્નાથ ની રાથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 7, 2024, 4:55 PM IST

છોટા ઉદેપુર અને બોડેલી નગરમાં ભગવાન જગન્નાથ નીકળ્યા નગર ચર્ચાએ (Etv Bharat Gujarat)

છોટાઉદેપુર: અષાઢી બીજ આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છોટા ઉદેપુર નગર સહિત બોડેલી નગરમાં ખૂબ જ ધામધૂમથી અને ભાવ સભર વાતાવરણમાં નીકળી રથયાત્રા સેવા સમિતિ દ્વારા આ રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ મંદિર અલીપુરા ખાતે ભગવાન જગન્નાથજીની વિધિવત શાસ્ત્રોકત સાથે મંત્રોચ્ચાર સાથે આરતી થઈ. જેમાં સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી કબીર સંપ્રદાયના સંતો શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની મંગલ ઉપસ્થિતિમાં રથયાત્રાનો પ્રારંભ થયો જગતના નાથ જગન્નાથજી જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે. આગળ આગળ ભક્તજનો દ્વારા જગન્નાથજીના પથની પણ સ્વચ્છતા કરવામાં આવી હતી.

ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ રથયાત્રામાં જોડાઈને પોતાની જાતને ધન્યતા અનુભવતા હતા. રથયાત્રા જ્યારે રાજમાર્ગો ઉપર ફરી રહી હતી, ત્યારે વિવિધ સ્થળો ઉપર વિવિધ સમાજના અને સંગઠનના સેવાભાવી લોકોએ ઠંડુ પીનું અને પ્રસાદની વ્યવસ્થા ઠેર ઠેર કરવામાં આવી હતી. રથયાત્રાનું અનેક સંસ્થાઓ દ્વારા રાજમાર્ગ પર સ્વાગત થયું આજે બોડેલી નગરને નવી નવેલી દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. રાજમાર્ગો પર બંને બાજુ ભાવિક ભક્તોની ભીડ જગન્નાથ પ્રભુના દર્શન કરવા માટે ઉમટી પડી હતી.

બોડેલીના વેપારીઓએ આજે સ્વયંભૂ ધંધા વેપાર બંધ રાખી આ રથયાત્રાના મહોત્સવમાં જોડાઈ અને ધન્યતા અનુભવી .રથયાત્રાનો પ્રારંભ શરણાઈના સૂર, નાસીક ઢોલના તાલ, બેન્ડવાજાની સુરાવલીઓ અને આદિવાસી નૃત્યની જમાવટ વચ્ચે જ્યારે પ્રારંભ થયો ત્યારે જય જગન્નાથના જયઘોંસથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રથયાત્રા અલીપુરા રામચોક થઈ ઢોંકલીયા ત્યાંથી બોડેલી નગરમાં પ્રવેશી અને બોડેલીમાં એક અનેરૂ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું રથયાત્રા રાજમાર્ગો પર ફરી પુનઃ અલીપુરા ખોડિયાર ચોક પાસે આવી અને ત્યાંથી સ્વગૃહે જલારામ મંદિરે રથયાત્રાએ વિરામ લીધો અને જગન્નાથ પ્રભુને ત્યાં પૂન: પધરાવવામાં આવ્યા.

સમગ્ર આયોજનમાં પોલીસ ખાતાનો તેમજ પ્રશાસનનો ખૂબ જ સુંદર સહયોગ પ્રાપ્ત થયો રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પુરી થયા બાદ સૌ ઉપસ્થિત ભાવિક ભક્તો માટે નગરજનો માટે ખોડીયાર ચોકમાં મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ આજે અષાઢી બીજ રથયાત્રા બોડેલીની રથયાત્રા સેવા સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું ત્યારે આ મહોત્સવ સનાતન હિંદુ ધર્મ માટે એક યાદગાર મહોત્સવ બની ગયો.

રથયાત્રા દરમિયાન છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજી સાથે રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીને ફૂલહાર કરી આરતી ઉતારી પ્રભુનું સ્વાગત કરી ધન્યતા અનુભવી હતી.

બોડેલીમાં પ્રભુ જગન્નાથજી નીકળ્યા નગર ચર્ચાએ: જગતના નાથ શ્રી જગન્નાથ પ્રભુ ની સતત ત્રીજા વર્ષે ઉત્સવ અને ધર્મપ્રિય એવા બોડેલી નગર ખાતે ભવ્ય રથયાત્રાનું પ્રારંભ આજે સવારે 9:00 કલાકે જલારામ મંદિર ખાતેથી આયોજન સમિતિ ના સદસ્યો, વિવિધ સંપ્રદાયના સંતો તેમજ સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલ કુંવરબા મહારાઉલ, બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કના વાઇસ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ, બોડેલી અર્બન બેંકના એમડી રજનીભાઈ ગાંધી વગેરે સહિત જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ રાઠવા તેમજ બોડેલી અલીપુરા અને ઢોકલીયાના સરપંચો, સદસ્યો અગ્રણીઓ અને ભાવિક ભક્તો સાથે નીકળી ત્યારે ઉપસ્થિત મહાનુભાવો એ રસ્તા પર ઝાડુ મારી પ્રભુ જગન્નાથજી ને પ્રસ્થાન કરાવ્યું હતું.

અમદાવાદ સાણંદ ના સુપ્રસિદ્ધ એવા શરણાઈ અને ઢોલ તેમજ વડોદરાના પ્રખ્યાત નાસિક ઢોલ નગારા દ્વારા પ્રભુની સ્તુતિ સાથે રથયાત્રા શરૂ થઈ મુખ્ય માર્ગ પર આવતા જ રથયાત્રા સાથે વિસ્તારનું નયનરમ્ય આદિવાસી નૃત્ય, બેન્ડવાજા સાથે ભાવિક ભક્તો જોડાતા રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી હતી સમગ્ર રથયાત્રામાં આ બધી જ કૃતિઓ ભક્તજનો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.

  1. મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી - Rath Yatra 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.