છોટા ઉદેપુર: આજ રોજ એટલે કે ૪ જૂન એ સૌને જે પળની રાહ હતી એ દિવસ આવી ગયો છે. માત્ર જનતા જ નહિ પણ જે-તે સ્થળે ઉભેલા ઉમેદવાર પણ આ દિવસની રાહ જોતા હતા. અહીં જાણવા જેવી વાત એ છે કે, જાહેર થનારા પરિણામ માટે ભાજપા અને કોંગ્રેસની તડામાર તૈયારીઓ શરૂ કરી છે, ત્યારે કોંગ્રસના ઉમેદવાર સુખરામ રાઠવા જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
ગણતરી ત્યારે ઉમેદવારની સ્થિતિ: છોટા ઉદેપુર લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા પોતાના રોજીંદા જીવનની જેમ એક મહિનો વિતાવ્યો છે. અને હવે જે ઘડીની રાહ છે, તે 4 જુનને એ દિવસ આવી ગયો છે. સુખરામ રાઠવા પોતાના ઘર પરીવાર સાથે સમય વિતાવ્યો છે. આકરી ગરમીમાં દિવસો પસાર થયા બાદ 4 જુનની રાહ પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે સુખરામ રાઠવા આજે પોતના મતગણતરીના એજન્ટો સાથે રાતવાસો કરવાના છે. અને વહેલી સવારે ૫ વાગ્યાંની આસપાસ મત ગણતરી સેન્ટર ઉપર આવી આવશે.
માત્ર એટલું જ નહિ પરંતુ, છોટા ઉદેપુર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઇ રાઠવા 3 લાખની સરસાઇથી જીતનો દાવો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા પણ જીતનો દાવો કરી રહ્યા છે, પરંતુ લીડનો આંકડો જાહેર કરી રહ્યા નથી.
Etv bharat સાથે વાત: Etv bharat સાથે વાત કરતાં સુખરામ રાઠવા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત માં 7 થી 8 બેઠકો પર કોંગ્રેસ જીત મેળવશે તેવી આશા વ્યકત કરી છે ત્યારે છોટા ઉદેપુર લોકસભા બેઠક પર ઓછી લીડ થી પણ કોંગ્રેસ આ બેઠક પર જીત મેળવશે તેમ જણાવ્યું હતું, જયારે ઇન્ડિયા ગઠબંધન ની સરકાર બનશે તેવો પણ વિશ્વાસ વ્યકત કર્યો હતો,
વહેલી સવારે 5 વાગ્યે સ્ટાફ હજાર: છોટા ઉદેપુર લોકસભા બેઠક પર આવતી કાલે મતગણતરી હાથ ધરાશે જેમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ આખરી ઓપ આપી વહેલી સવારે 5 વાગ્યે મત ગણતરી સ્થળે કામગીરી બજાવનાર સ્ટાફને હજાર થવા જણાવ્યું છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત: છોટા ઉદેપુર લોકસભા બેઠક પર સવારે પોલીટેકનિક કોલેજ ખાતે સાત વિધાનસભા બેઠક ની લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે, ત્યારે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.