રાજકોટઃ ભાજપ અને પરષોત્તમ રુપાલા વિરુદ્ધ મત આપવાની અપીલ અને પ્રતિજ્ઞાઓના, આંદોલનકારીઓને રોકવા પોલીસ અટકાયત અને અમુક અગ્રણીઓને નજરબંધ કરવાની પ્રક્રિયા ચોક્કસ ક્યાંક એવો નિર્દેશ કરી રહી છે કે જ્યારે રતનપર રાજકોટ ખાતે મળેલી ક્ષત્રિય સભામાં રૂપાલાની ટિકિટ રદ કરવાથી લઈને રૂપાલા સ્વયં ફોર્મ પાછું ખેંચી લેવા સુધીનું તારીખ 19મી એપ્રિલનાં અપાયેલા અલ્ટીમેટમની ઐસી કી તૈસી કરી નાખનાર ભારતીય જનતા પક્ષે ક્યાંક ક્ષત્રિઓનો રોષ વહેરી લીધો છે, એમાંશંકા ને કોઈ સ્થાન નથી.
ભાજપ વિરોધી આંદોલનઃ રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનું આંદોલન ભારતીય જનતા પક્ષ વિરોધી બનવા જઈ રહ્યાની વાત પણ ETV ભારત દ્વારા અહેવાલ રૂપે કહેવામાં આવી હતી, જે હવે સ્પષ્ટ થતું જાય છે કે રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનું અંદોલન હવે ભાજપ વિરોધી બની ચૂક્યું છે.
19મી એપ્રિલ પછી આંદોલન ઉગ્રઃ ઠેર-ઠેર રૂપાલા હાય હાય, ભાજપ હાય હાય, જાય ભવાનીનાં ઘોષનાદ સાથે ક્ષત્રિયો સડકો અને મેદાનોમા દેખાવો કરતા જોવા મળ્યા હતા, આ દેખાવો તારીખ 19મી એપ્રિલ પછી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જોવા મળ્યા હતા અને આંદોલનકારીઓએ ધરપકડ વહોરતી વખતે પણ પોલીસ સાથે અહિંસક રીતે સીધો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. અમુક સ્થાનો અને સ્થળો પર ભાજપનાં બાહુબલી નેતાઓ જે પક્ષનાં પ્રચાર્થે ગ્રામ્ય વિસ્તારોમાં ગયા હોય તેમની જાન સીધે-સીધી લીલા તોરણે પાછી કાઢવામાં આવી હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા.
ઓડિયો ક્લિપ્સ પણ વાયરલઃ સૌરાષ્ટ્ર-કચ્છ, માધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનાં ઘણાં સ્થળો પર રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનાં આંદોલનની જમીન પર સીધી અસરો જોવા મળી છે, ક્યાંક ક્યાંક ક્ષત્રિય આગેવાનો અને ભાજપનાં નેતાઓ વચ્ચે ક્ષત્રિય આંદોલન મુદ્દે થયેલા વાર્તાલાપની ઓડિયો ક્લિપ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી જોવા અને સાંભળવા મળી હતી.
અન્ય જાતિઓનું સમર્થનઃ આ 48 વિડિયોઝ જે ETV ભારતને મળ્યા છે તેનું એનાલીસીસ કરતા એક વાત તો બહુ સ્પષ્ટ રીતે આંખે ઉડીને વળગે છે કે નેતાઓની રેલીઓમાં ભાગ લેનારા લોકોની સંખ્યા કરતા પોલીસકર્મીઓ વધુ જોવા મળ્યા છે, જ્યારે બીજી બાજુ ક્ષત્રિયો સિવાયે પણ બીજી જ્ઞાતિઓ ક્ષત્રિય આંદોલનનાં સમર્થનમાં આગળ આવતી જોવા મળી હતી જેમાં મુસ્લસમાન, દલિત સમાજનાં મોવડીઓએ પણ ક્ષત્રિયો સાથેની તેમની સદીઓ જૂની સામાજિક વ્યવસ્થાનો ભાગ હોવાનું સ્વીકારીને ક્ષત્રિય આંદોલનને સમર્થન આપતા જોવા મળ્યા હતા.
4જૂને ચિત્ર સ્પષ્ટ થશેઃ હવે જ્યારે લોકસભા 2024ની ત્રીજા ચરણની ચૂંટણી 7 મેંના રોજ મંગળવારે ગુજરાતમાં થવા જઈ રહી છે, ત્યારે ક્ષત્રિયો સાથે અન્ય જ્ઞાતિઓ મળીને કેવો રાજકીય ખેલ પાડી દેશે એ તો 4થી જૂનનાં દિવસે જ આવનારા પરિણામોમાં અરીસા જેવું સ્પષ્ટ દેખાઈ જશે. રૂપાલા વિરુદ્ધ રાજપૂતોની લડાઈએ જ્યારે ત્રિશંકુ સ્વરૂપ - શાંતિપૂર્ણ રીતે આંદોલન અને અસહકારની ભાવના, બૌદ્ધિક લડાઈ અને ધર્મયુદ્ધની નીતિ રાજનીતિનાં રણમેદાનમાં અખત્યાર કરી છે છે ત્યારે ક્ષત્રિયોની મહેનત કેવી રંગ લાવશે, એ તો આવનારો સમય જ કહેશે.
- રુપાલા બાદ કિરીટ પટેલના નિવેદનનો રાજપૂત સમાજે કર્યો વિરોધ, રાજપૂત સંકલન સમિતિ આંદોલન પાર્ટ-2 અંતર્ગત ધર્મરથનું આયોજન કરશે - Parshottam Rupala Controversy
- રુપાલા બાદ કિરીટ પટેલના નિવેદનનો રાજપૂત સમાજે કર્યો વિરોધ, રાજપૂત સંકલન સમિતિ આંદોલન પાર્ટ-2 અંતર્ગત ધર્મરથનું આયોજન કરશે - Parshottam Rupala Controversy