નવસારીઃ આજે જયારે સમગ્ર ગુજરાતની લોકસભાની બેઠકો માટે મતદાન ચાલી રહયું છે ત્યારે તમામ રાજકીય પક્ષનાં અગ્રણીઓ અને નાગરિકો લોકશાહીનાં મહાપર્વમા મતદાન કરી પોતાની ફરજ બજાવી પોતાનું યોદાનો આપી રહયાં છે અને તે અંગેની ઉત્સુકતા મતદાતાઓમાં દેખાઈ રહી છે. મતદાન મથકો ઉપર વહેલી સવારથી જ નાગરિકો મતદાન માટે પહોંચ્યાં હતાં અને મતદાન માટે પોતાનો ઉત્સાહ વ્યકત કર્યો હતો. જેમાં નવસારીનો ઈજાગ્રસ્ત યુવાને વોકરના સહારે મતદાન કર્યુ છે. આ યુવા મતદાતા અન્ય મતદાતાઓ માટે પ્રેરણાદાયી બની ગયો છે.
અકસ્માતમાં ઈજા પહોંચી હતીઃ મતદાન કરવા માટે નવસારીના એક યુવકનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. વોકરના સહારે આ યુવાન પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથક સુધી પહોંચી લોકોને પણ મતદાન કરવા માટે પ્રેરિત કર્યા છે. તાજેતરમાં થયેલા અકસ્માતમાં આ યુવકના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવકે મતદાન કરવાનું ટાળવાને બદલે ઈજાગ્રસ્ત હાલતમાં પણ મતદાન કર્યુ.
અન્ય મતદાતા માટે પ્રેરણારુપઃ નવસારી લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન આજે થઈ રહ્યું છે ત્યારે મતદારો સવારથી જ પોતાનો મતાધિકાર આપવા માટે મતદાન મથકો પર પહોંચી મતદાન કરી રહ્યા છે. નવસારીનો એક યુવકે મતદાન માટે અનોખો ઉત્સાહ દાખવ્યો હતો. આ યુવાનના પગમાં ગંભીર ઈજાઓ હતી છતાં આ યુવકે પોતાની મતદાન ની ફરજ બજાવી હતી. આ યુવકે વોકરની મદદથી મતદાન મથક સુધી પહોંચી મતદાન કર્યુ હતું. તેણે અન્ય લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી. ગંભીર ઇજાઓ પહોંચવા છતાં પણ આ યુવકનો મતદાન પ્રત્યેનો અનેરો ઉત્સાહ જોઈને અન્ય મતદારો પણ તેનો આ ઉત્સાહ જોઈને પ્રેરિત થયા હતા.