મહેસાણાઃ આજે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલના વિધાનસભા મત વિસ્તાર વિસનગરમાં મહા રેલીનું આયોજન કરાયું હતું. જેમાં મહેસાણા લોકસભા બેઠક પરથી ભાજપના હરિભાઈ પટેલને જીતાડવાની અપીલ કરવામાં આવી હતી. આ મહા રેલીમાં ભાજપ અગ્રણીઓ, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
શહેરી વિસ્તારમાં પ્રચારઃ લોકસભા ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મહેસાણા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલે અત્યાર સુધીનો ગ્રામ્ય પ્રચાર પૂર્ણ કરી લીધો છે. તેમણે આજે શહેરી વિસ્તારમાં પ્રચાર શરૂ કર્યો હતો. હરિભાઈ પટેલ વિસનગર પહોંચ્યા હતા. આરોગયપ્રધાન ઋષિકેશ પટેલના વિધાનસભા મત વિસ્તાર એવા વિસનગરમાં ભવ્ય મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
33 સ્થળોને આવરી લેવાયાઃ ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ મહા રેલીની છેલ્લા ઘણા દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી. આજે રેલીને રૂટ પ્રમાણે 33 જેટલા સ્થળો પરથી પસાર કરીને વિસનગર શહેરમાં ફેરવવામાં આવી હતી. રેલીમાં ઋષિકેશ પટેલ સહિત ઉમેદવાર હરિભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ વિસનગર ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં મહેસાણા લોકસભા બેઠક પરથી ભાજપના હરિભાઈ પટેલને જીતાડવાની અપીલ કરવામાં આવી હતી. હરિભાઈ પટેલે અત્યાર સુધીનો ગ્રામ્ય પ્રચાર પૂર્ણ કરી લીધો છે. તેમણે આજે શહેરી વિસ્તારમાં પ્રચાર શરૂ કર્યો હતો.
માત્ર લાગણીમાં નહિ પરંતુ ભારતને સક્ષમ કરવા 400થી વધુ બેઠકો અમને મળવાની છે. અમને અઢીથી 3 કિલોમીટર લાંબી રેલીમાં પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે...ઋષિકેશ પટેલ(આરોગ્યપ્રધાન)