ETV Bharat / state

ભય મુક્ત અને ન્યાય યુક્ત વાતાવરણમાં ચૂંટણી થાય તે માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ - ડીજીપી વિકાસ સહાય - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

સમગ્ર ચૂંટણી દરમિયાન કોઈ અસામાજિક તત્વો વિક્ષેપ ન કરે તે માટે આશરે 3.50 લાખ લોકો વિરુદ્ધ અલગ અલગ કાયદાના નિયમ મુજબ અટકાયતી પગલા ભરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે ચૂંટણી આચારસંહિતા દરમિયાન ખૂબ જ અસરકારક કામગીરી કરી હોવાનું ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું. Loksabha Election 2024 Gujarat 3rd Phase Voting Gujarat Police DGP Vikas Sahay

ભય મુક્ત અને ન્યાય યુક્ત વાતાવરણમાં ચૂંટણી કરાવવા ગુજરાત પોલીસ કટિબદ્ધ
ભય મુક્ત અને ન્યાય યુક્ત વાતાવરણમાં ચૂંટણી કરાવવા ગુજરાત પોલીસ કટિબદ્ધ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 6, 2024, 9:44 PM IST

ભય મુક્ત અને ન્યાય યુક્ત વાતાવરણમાં ચૂંટણી કરાવવા ગુજરાત પોલીસ કટિબદ્ધ (Etv Bharat Gujarat)

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી 2024 માટે આવતીકાલે મતદાન થવાનું છે. આ મતદાન ગુજરાત રાજ્યના અલગ અલગ આશરે 29,500 બિલ્ડીંગ અને અંદાજિત 50,000 જેટલા બુથ ઉપર મતદાન થનાર છે. આ તમામ મતદાન મથકો ઉપર ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન અને આદેશ મુજબ ધારાધોરણ અનુસાર મતદાન મથક ઉપર યોગ્ય પોલીસ અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

3.50 લાખ લોકો વિરુદ્ધ અટકાયતી પગલાંઃ ચૂંટણી આચારસંહિતા દરમિયાન ગુજરાત પોલીસે ખૂબ જ અસરકારક કામગીરી કરી છે. સમગ્ર ચૂંટણી દરમિયાન કોઈ અસામાજિક તત્વો વિક્ષેપ ન કરે તે માટે આશરે 3.50 લાખ લોકો વિરુદ્ધ અલગ અલગ કાયદાના નિયમ મુજબ અટકાયતી પગલા ભરવામાં આવ્યા છે. જેમાં સીઆરપીસી, પાસા, જીપી એક્ટ સહિત તમામ કલમ મુજબ કાર્યવાહી કરાઈ છે. આ સમય દરમિયાન અંદાજિત 165 ગેરકાયદેસર હથિયારના કેસો ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર હથિયારને જપ્ત કરવામાં આવ્યા છે.

પૂરતી સુરક્ષા વ્યવસ્થાઃ મતદાન મથકો પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત યોગ્ય સંખ્યામાં દરેક જિલ્લામાં મોબાઈલ પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પેટ્રોલિંગમાં પણ યોગ્ય સંખ્યામાં પોલીસ કર્મી અને હોમગાર્ડને તૈનાત કરવામાં આવ્યા છે. ક્વીક રિસ્પોન્સ ટીમ અને ઈવીએમ ગાર્ડની ચૂંટણી પંચની સૂચના મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે.

133 ચેકપોસ્ટઃ ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે, ગત 16 માર્ચથી ચૂંટણી આચાર સંહિતાનો ગુજરાતમાં અમલ થયો છે. ચૂંટણી આચારસંહિતાનો અમલ થયો બાદ ગુજરાતની આંતર રાજ્ય બોર્ડરની સીલ કરવામાં આવી હતી. આંતરરાજ્ય બોર્ડર સીલ કરવા માટે 133 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. તમામ પોસ્ટ ઉપર પૂરતા પોલીસ કર્મચારી સાથે સીસીટીવી કેમેરા, વિડીયો કેમેરા બોડીવોન કેમેરા બ્રેથ એનેલાઈઝર્સ સહિતના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. 133 ચેક પોસ્ટ પર આચાર સંહિતા લાગુ થઈ તે તારીખથી અત્યાર સુધી અલગ અલગ પ્રકારના ખૂબ કેસો કરવામાં આવ્યા છે. વાહન ચેકિંગ, ડ્રન્ક એન્ડ ડ્રાઇવિંગ, પ્રોહિબિશનમાં ખૂબ સારી કામગીરી થઈ છે.

50 કરોડનો વિદેશી દારુઃ ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે, ગુજરાત પોલીસની કામગીરી પ્રત્યે લોકોમાં વિશ્વાસ પેદા થયો છે. ગુજરાત પોલીસે ચૂંટણી આચારસંહિતા દરમિયાન 50 કરોડનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ અસરકારક કામગીરી થાય તે માટે ચૂંટણી પંચ તરફથી ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસે અંદાજિત 900 કરોડના એનડીપીએસના કેસો પણ કર્યા છે.

1,700 નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાયાઃ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ દ્વારા 1,700 નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ખૂબ લાંબા સમયથી પ્રોહીબિશનના કેસમાં જે આરોપીઓ વોન્ટેડ હોય તેને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અલગ અલગ રાજ્યોથી ઝડપી અને જેલ ભેગા કરવામાં આવ્યા છે. ગુજરાતમાં શાંતિપૂર્ણ મતદાન માટે ગુજરાત પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. મતદાનમાં વિક્ષેપ ઊભો કરનાર તત્વ વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે.

  1. DGP Vikas Sahay Profile : ગુજરાતને મળ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુરક્ષા સંભાળનાર અધિકારી ડીજીપી વિકાસ સહાય
  2. Police Follow Traffic Rules : સામાન્ય જનતાની જેમ હવે પોલીસે પણ ફોલો કરવા પડશે ટ્રાફિક રૂલ્સ, નહિતર થશે દંડ : DGP વિકાસ સહાય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.