ETV Bharat / state

Loksabha Election 2024: ગુજરાતની 26 લોકસભા બેઠકનું મતદાન 3જા તબક્કામાં થશે, ચૂંટણી પંચે કુલ 7 તબક્કા જાહેર કર્યા - Loksabha Election 2024

કેન્દ્રીય ચૂંટણી પંચે 7 તબક્કામાં લોકસભા ચૂંટણીની તારીખોની સાથે સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો છે. પ્રથમ તબક્કાની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ 7મા એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે. ગુજરાતમાં 26 લોકસભાની બેઠકો પર 7મેના રોજ એક જ તબક્કામાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાશે. Loksabha Election 2024 Gujarat 26 Loksabha Seats 5 Assebly Seats 7th May

ગુજરાતની 26 લોકસભા બેઠકનું મતદાન 3જા તબક્કામાં થશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 16, 2024, 5:52 PM IST

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીનો 7 તબક્કાનો સંપૂર્ણ કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 3જા તબક્કામાં લોકસભા ચૂંટણીનું મતદાન થશે.12 એપ્રિલે ગેઝેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ રહેશે. જ્યારે 20 એપ્રિલે ફોર્મ ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 22 એપ્રિલ સુધીમાં ફોર્મ પરત લઈ શકશે. છેવટે 7 મેના રોજ મતદાન થશે અને મતગણતરી 4 જૂનના રોજ કરાશે અને તે જ દિવસે પરિણામો પણ જાહેર થઈ જશે. અંતે 6 જૂનના રોજ ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.

ગુજરાતમાં 3જા તબક્કામાં મતદાનઃ ગુજરાતમાં 3જા તબક્કામાં 7મી મેના રોજ તમામ 26 લોકસભા સીટ પર મતદાન થશે. 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ સાતમી મેના રોજ યોજાશે. જેમાં ખંભાત, વિજાપુર, માણાવદર, વાઘોડિયા અને પોરબંદર વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઃ 182 સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ જીત મેળવતા 156 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કોંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે. જેને લઈને આ ખાલી પડેલી 5 વિધાનસભા બેઠકો માટે લોકસભા ચૂંટણીની સાથે જ પેટાચૂંટણી યોજાશે.

મહત્વની તારીખોઃ ગુજરાતમાં 3જા તબક્કામાં 7મી મેના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થશે.12 એપ્રિલે ગેઝેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ રહેશે. જ્યારે 20 એપ્રિલે ફોર્મ ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 22 એપ્રિલ સુધીમાં ફોર્મ પરત લઈ શકશે. છેવટે 7 મેના રોજ મતદાન થશે અને મતગણતરી 4 જૂનના રોજ કરાશે અને તે જ દિવસે પરિણામો પણ જાહેર થઈ જશે. અંતે 6 જૂનના રોજ ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.

  1. 2.5 લાખ ખર્ચ્યા પણ વોટ ન કરી શક્યા, જાણો શું છે મામલો
  2. Loksabha Election 2024: પોરબંદર લોકસભા બેઠકના કૉંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા સાથે ETV BHARATની ખાસ વાતચીત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.