ETV Bharat / state

Loksabha Election 2024: ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની 26 બેઠકો પર મતદાન થશે

ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠક પર 7મી મેના રોજ મતદાન થશે. આ સાથે ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાશે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024

ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની 26 બેઠકો પર મતદાન થશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 16, 2024, 5:29 PM IST

ગાંધીનગરઃ આજે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠક પર 7મી મેના રોજ મતદાન થશે. આ સાથે ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાશે.

3જો તબક્કોઃ ચૂંટણી પંચે કુલ 7 તબક્કામાં સમગ્ર લોકસભા ચૂંટણીનું આયોજન કર્યુ છે. જેમાંથી ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કામાં એટલે કે 7મી મેના રોજ ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. જેમાં ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર બેઠકનો સમાવેશ થાય છે.

વિધાનસભાની 5 બેઠકોઃ કૉંગ્રેસના 17 ધારાસભ્ય પૈકી માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, વિજાપુરથી સીજે ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભુપેન્દ્ર ભાયાણીએ પણ રાજીનામું આપ્યું છે. તેથી 5 વિધાનસભાની પેટા ચૂંટણી પણ લોકસભા ચૂંટણી સાથે યોજાશે. ત્યારે આ બેઠકો જીતવા માટે પણ રાજકીય પક્ષોએ કમર કસવી પડે તેમ છે. 182 સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ જીત મેળવતા 156 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કૉંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી.ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કૉંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે.

અગાઉની લોકસભા ચૂંટણી રસપ્રદઃ ગુજરાતમાં 2009માં ભાજપ અને કૉંગ્રેસ ટકરાયા હતા. જ્યારે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રી-પાંખીઓ જંગ થયો હતો. ગત વિધાનસભા ચૂંટણી 2022માં ગુજરાતમાં ત્રી-પંખીયો જંગ થતાં કૉંગ્રેસને મોટું નુકસાન થયું હતું. વિપક્ષના મતો આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે વહેંચાઈ જતા ભાજપ 156 સીટ જીતવામાં સફળ થયું હતું. આ વખતની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં ગઠબંધન કર્યુ છે. આપ ભાવનગર અને ભરૂચથી લડી રહી છે. તેથી ગુજરાતમાં આ વખતે ફરીથી દ્વિ પાંખીઓ જંગ જોવા મળશે.

  1. Lok Sabha Election: દેશમાં 19 એપ્રિલ થી 1 જૂન સુધી લોકસભાની ચૂંટણી, 7 તબક્કામાં મતદાન, ગુજરાતમાં 7મે એ મતદાન, 4 જૂને પરિણામ
  2. Election Commination Press: લોકસભા ચૂંટણી 2024ની તારીખોનું એલાન, ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ LIVE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.