ETV Bharat / state

Loksabha Election 2024: રાહુલની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે અગાઉ ગુજરાત કૉંગ્રેસમાં ભંગાણ, એક રાજકીય વિશ્લેષણ - Rahul Gandhi

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે અગાઉ ગુજરાત કૉંગ્રેસમાં પડેલા ભંગાણની મનોવૈજ્ઞાનિક અસર કેવી થાય રાજકીય વિશ્લેષણ જાણીએ રાજકીય વિશ્લેષક પાસેથી. Loksabha Election 2024

રાહુલની  ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે અગાઉ ગુજરાત કૉંગ્રેસમાં ભંગાણ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 5, 2024, 4:53 PM IST

ભાવનગરના પીઢ પત્રકારનું રાજકીય વિશ્લેષણ

ભાવનગરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા અચાનક કૉંગ્રેસમાં ભંગાણ સર્જાવા પામ્યું છે. ભાજપમાં કૉંગ્રેસના મોટા નેતાઓ સામેલ થઈ જતા અનેક ચર્ચાઓએ વેગ પકડ્યું છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા થયેલું ભંગાણ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ કેવી અસર કરશે તેનું વિશ્લેષણ ભાવનગરના રાજકીય વિશ્લેષક પાસેથી ઈટીવી ભારતે જાણ્યું છે.

કૉંગ્રેસમાં ભંગાણની મનોવૈજ્ઞાનિક અસરઃ લોકસભાની અસર હવે ગુજરાતમાં જોવા મળી રહી છે. ભાજપ પૂરે પૂરું જોર લગાડી રહી છે. તો બીજી તરફ અમરેલીના અમરીશ ડેર અને પોરબંદરના અર્જુન મોઢવાડિયાએ અચાનક કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જો કે અમરીશ ડેરના ભાજપના સી આર પાટીલ સાથેની બેઠકના ફોટોઝ જાહેર થયા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. જો કે બીજા દિવસે અમરીશ ડેર, અર્જુન મોઢવાડિયા અને મુળુભાઈ કંડોરીયા દ્વારા ભગવો ધારણ કરી લેવામાં આવ્યો હતો. રાજકીય નેતાઓ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા પક્ષને છોડવાની અસર બંને પક્ષના કાર્યકરો ઉપર જરૂર થતી જોવા મળતી હોય છે.

શું કહે છે રાજકીય વિશ્લેષક?: ETV BHARATએ આ મુદ્દે રાજકીય વિશ્લેષક અને પીઢ પત્રકાર સાથે વાતચીત કરી હતી. પીઢ પત્રકાર મહેન્દ્ર ઝવેરીએ જણાવ્યું હતું કે, આ વાત પહેલા તો એક સમજણની છે. પક્ષ પલટુઓને ભાજપ સ્થાન આપે છે. બીજું કે કૉંગ્રેસમાં સત્તા લોલુપ જે માણસો હતા એ સત્તાના સમર્થન આપવા અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કદાચ પક્ષાન્તર કરતા હશે. જો કે અત્યારે જે પરિસ્થિતિ છે તે છેલ્લા 5 વર્ષથી જોવા મળતી આવી છે. તો કૉંગ્રેસના અનેક માણસોને ભાજપમાં સમાવી લેવામાં આવ્યા છે. આથી ભવિષ્ય કદાચ એવું પણ હોય કે ભાજપના બેનર નીચે કૉંગ્રેસીઓ પણ રાજ કરતા હશે.

અડવાણી પણ સાઈડલાઈન થયા હતાઃ આપણે પહેલી વાત એ સમજવી પડશે કે જ્યારે અડવાણીજીએ સૌથી પહેલા ગુજરાતમાં આખા ભારતમાં રામ વિશેની યાત્રા કરી અને એ પછી જ્યારે રામ મંદિર બન્યું છે ત્યારે પણ અડવાણીને જે રીતે સાઈડ લાઈન કરવામાં આવ્યા છે. એટલે એક વાત બહુ સ્પષ્ટ છે કે, આ માત્રને માત્ર તમાશો બની રહેશે. ભાજપ માટે સારી બાબત ન કહી શકાય પણ કૉંગ્રેસ માટે એક ખરું કે જ્યાં સુધી બીજી પેઢીનું રૂપાંતરણ તટસ્થ કાર્ય કરવાનું કરવામાં નહીં આવે ત્યાં સુધી હાલત તો કોંગ્રેસ માટે ગેરફાયદો છે.

  1. Reaction On Bharat Jodo Nyay Yatra : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર કેન્દ્રીયમંત્રી અજય મિશ્રાના પ્રહાર
  2. Bharat Jodo Nyay Yatra : ભારત જોડો ન્યાય યાત્રા વધાવવા ગુજરાત કોંગ્રેસ મુખ્યાલયે ચાલતી તડામાર તૈયારી જૂઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.