ભાવનગર: સમગ્ર દેશમાં 4 જૂનના રોજ લોકસભા મતગણતરી થવા જઈ રહી છે, ત્યારે ભાવનગરના ઇજનેરી કોલેજ ખાતે પણ મત ગણતરી સેન્ટર રાખવામાં આવ્યું છે. તેને લઈને તંત્ર દ્વારા આ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર તૈયારીને લઈને કલેક્ટર દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી.
તંત્ર દ્વારા તૈયારી આખરી ઓપ: ભાવનગર ચૂંટણી અધિકારી અને કલેકટર આર.કે. મહેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આપણે 15 ભાવનગર લોકસભા મતવિસ્તારની ગણતરી કાલે સવારે 8 વાગે ચાલુ થવાની છે. તેની તૈયારીનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમારી જે માંગ છે તે આંતરિક અને બાહ્ય જરૂરિયાત પ્રમાણે બહાર અને મતગણતરી હોલમાં CCTV રાખવામાં આવ્યા છે.
785 જેટલા મતગણતરી એજન્ટોની નિમણૂક: 7 વિધાનસભાના 7 હોલ અને 3 એવા હશે જેમાં બેલેટ પેપરની ગણતરી થશે. 7 વિધાનસભામાં લગભગ 785 જેટલા મતગણતરી એજન્ટોની નિમણૂક કરવામાં આવેલી છે. ઉપરાંત કોઈપણ મશીનમાં નોંધાયેલા વોટ વીડિયોમાં દર્શવવામાં આવે નહિ તેની કાળજી રાખવાની રહેશે.
કેટલા રાઉન્ડ વિધાનસભામાં રાખવામાં આવશે: ભાવનગર કલેક્ટર આર. કે. મહેતાએ જણાવ્યું હતું કે, વધુમાં વધુ એક વિધાનસભામાં 23 રાઉન્ડ, બે વિધાનસભામાં 22 રાઉન્ડ છે. બાકીમાં 18,19 એવી રીતના છે. આપણે લગભગ બપોરના 12.30 સુધીમાં પૂરું કરવાની ગણતરી છે અને પરિણામ જાહેર કર્યા બાદ અમારી બાકીની કામગીરી કરતા સાંજ થશે.
સમગ્ર કામગીરી તંત્ર દ્વારા કરાશે: આ ઉપરાંત ભાવનગર કલેક્ટરે જણાવ્યુ કે,ઇવીએમ મશીનમાંથી બેટરી કાઢવાની અને ઇવીએમ મશીન સીલ કરવાનું હોય છે. મશીનની અંદર નોંધાયેલી જે વિવિપેટ સ્લીપ અમારે અંદરથી વિવિપેટ સ્લીપ કાઢીને બ્લેક કવરની અંદર સીલ કરવાની હોય છે. એને અમે જમા કરાવતા હોઈએ છીએ અને કાઉન્ટ થયેલા મશીન જે છે તેને ઇન્ડિયન વેર હાઉસમાં જમા કરાવવાનું થશે.