વડોદરા: 2024 લોકસભાનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ મતદારોની લાંબી- લાંબી કતારો જોવા મળી હતી અને મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો.અને આ વખતે વડોદરા સીટ પર કોણ જીતશે.મતદાન બાદ ખબર પડશે.
અબ કી બાર 400 કી પાર: આ વર્ષે ભારતીય જનતા પાર્ટીનું સ્લોગન છે કે "અબકી બાર, 400 કી પાર "ના સ્લોગને અનુલક્ષીને વડોદરા શહેરના મતદારો પૂરજોશમાં વહેલી સવારથી જ મતદાન કરવા માટે લાંબી કતારમાં ઊભા રહ્યા હતા અને પોતાનો કિંમતી મુલ્યવાન મત આપ્યો હતો.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત: વડોદરા શહેરના દરેક બૂથ મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે જેને લઇને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે.વડોદરા લોકસભાની ચૂંટણીને લઈને વહેલી સવારથી મતદારો મત અધિકાર આપવા માટે અત્યારમાં ઉભા રહીને સૌ પ્રથમ પોતાનો મત આપીને પોતાના કામ ધંધે લાગ્યા હતા.