દેવભૂમિ દ્વારકા : લોકસભા ચૂંટણી 2024 આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યાં છે. લોકસભા ચૂંટણી કાર્યવાહીમાં રોકાયેલા પોલિંગ સ્ટાફની ટ્રેનીંગ ખંભાળિયા ખાતે યોજવામાં આવી હતી.
લોકસભા ચૂંટણી તૈયારી : દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા 7 મેના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જે અંતર્ગત ખંભાળિયામાં ચૂંટણી ફરજ પર રોકાયેલા પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ કરવામાં આવી હતી.
પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન : સાથે જ અન્ય જિલ્લામાંથી ચૂંટણી ફરજ પર દ્વારકા જિલ્લામાં આવેલા કર્મચારીઓને મતદાન પણ કરાવ્યું હતું. જે કર્મચારીઓને પોસ્ટલ બેલેટ પ્રાપ્ત થઈ ગયા હતા તેમનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા ખંભાળિયાના એસ. એન. ડી. ટી. સ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી.
વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા : આ તકે દ્વારકા જિલ્લા કલેકટર તેમજ તમામ ચૂંટણી ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોઈપણ કર્મચારીને કોઈપણ જાતની તકલીફ ન પડે અને પોતાની ફરજ ખૂબ જ સારી રીતે નિભાવી શકે તે પ્રમાણે તમામ તૈયારીઓ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવી છે. લોકસભા સામાન્ય ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન કરવામાં આવશે. ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલ પોલિંગ સ્ટાફ અગાઉથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કચ્છ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા બે દિવસ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા યોજવામાં આવી છે.