ભાવનગર : ભાવનગરનું મહિલા કોલેજ સર્કલ કે જ્યાં સવારમાં સિનિયર સિટીઝનો ચાલવા આવે છે. જો કે યુવાનો,દંપતીઓ સવારમાં ચાલવા આવતા હોય છે. પરોઢિયે ચાલવા આવેલા વર્ગમાં અમે ચૂંટણીની ચર્ચા કરી માહોલ જાણવાની કોશિશ કરી હતી. જો કે સર્કલમાં બેઠેલાં અને ચા સાથે ચર્ચા કરતા સિનિયર સીટીઝનના ચોરામાં કોંગ્રેસના પૂર્વ નગરસેવક અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જેને બાદમાં ભગવો ધારણ કર્યો તેવા પૂર્વ ધારાસભ્ય પણ હાજર હતાં. અનેક લોકોએ સારું કે ખરાબ બોલવાથી દૂર રહેવાનું પસંદ કર્યું તો કોઈએ વર્તમાન સરકારની વાહ વાહ પણ કરી હતી.
સિનિયર સિટીઝનનો જામેલો ચોરો : ભાવનગર શહેરના મહિલા કોલેજ સર્કલમાં હાલમાં રીનોવેશનનું કામ ચાલી રહ્યું છે. એક તરફ ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીનો માહોલ છે ત્યારે ઈટીવી ભારતની ટીમે મહિલા કોલેજ સર્કલમાં સવારે ચાલવા આવતા સિનિયર સિટીઝનોની મુલાકાત કરી હતી. વર્તમાન સરકાર અને વિપક્ષને લઈને લોકોનો મત શું છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
પૂર્વ કોંગ્રેસ નગરસેવક અને પૂર્વ ધારાસભ્ય પણ ઉપસ્થિત : ભાવનગરના મહિલા કોલેજ સર્કલમાં ચોરામાં સવારે બેઠેલા સિનિયર સિટીઝનના પૂર્વ કોંગ્રેસ નગરસેવક જ્યારે ગઢડાના પૂર્વ ધારાસભ્યરહેલા પ્રવીણ મારુ અને બાદમાં ભગવો ધારણ કરનાર પ્રવીણ મારુ સાથે પણ ભાવનગર શહેરને લગતાં મુદ્દાઓ સહિત વાતચીત કરી હતી.
લોકમત જાણવા પ્રયાસ : ભાવનગર મહિલા કોલેજ સર્કલ બગીચામાં હાજર સિનિયર સિટીઝનો સાથે વાતચીત કરવામાં આવી તો તેઓએ ભાવનગર માટે ડેવલપમેન્ટ થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. એક તકે વાતચીત દરમિયાન મતદાર અને પૂર્વ મહાનગરપાલિકાના અધિકારીએ કહ્યું હતું કે "ભગવો કા ભોગવો". ભાવનગર ધોલેરા અમદાવાદ,ભાવનગર સોમનાથ હાઇવે જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો થયા હોવાનું જણાવ્યું હતું.