અમદાવાદ : લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસને જીતાડવા પ્રયાસ કરી રહેલા ઘુરંધરોમાંના એક રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન અશોક ગેહલોતે અમદાવાદમાં ગુરુવારે જણાવ્યું હતું કે ભાજપ સરકારે વાયદાઓ કર્યાં હતાં તે હજુ વાયદાઓ જ છે.
અશોક ગેહલોતના આક્ષેપ : તેમણે જણાવ્યું કે ભાજપ સરકારે કહ્યું હતું કે સ્વિસ બેન્કોમાંથી કાળું ધન આવશે, અચ્છે દિન આયેંગે જેવી મોટી મોટી વાતો કરી હતી. મોદીજી સારા વક્તા છે પણ થયું કશું નહી. મોંઘવારી, બેરોજગારી ખૂબ વધી કથની અને કરણીમાં ઘણું અંતર છે. ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ સતત વધી રહી છે.
ચૂંટણી પંચ સહિતની સ્વાયત્ત સંસ્થાઓ ટીકા કરી : તેમણે જણાવ્યું કે ચૂંટણી પંચ, ઈડી, ન્યાયાલય, સીબીઆઈ જેવી સંસ્થાઓ પર કબ્જો કરી રાખ્યો છે. અનેક લોકો જોડેથી ઈડી મોકલી અને બોન્ડ લેવામાં આવ્યા બીજી તરફ કોંગ્રેસના ખાતા બંધ કરી દેવામાં આવ્યાં. બે મુખ્યમંત્રીઓને ઇલેક્શન સમયે જેલમાં બંધ કરી દીધા.
400 પારના નારા પર કટાક્ષ : 400 પાર સીટો મેળવી સંવિધાન બદલવા માંગે છે. જેથી દેશની જનતા ભયમાં મુકાઈ છે. કાળા કાનૂન બનાવ્યા જેના કારણે અનેક ખેડૂતો મોતને ભેટ્યા સરકાર પાસે કોઈ સંવેદનશીલતા નથી. આ ઇલેક્શન ખૂબ મહત્પૂર્ણ છે. જે દેશની દશા અને દિશા બંને નક્કી કરશે. લોકતંત્રમાં વિપક્ષની ભૂમિકા ખૂબ મહત્વની છે અને ભાજપ વિપક્ષ વગરનું શાસન ઈચ્છી રહી છે.
રાહુલને સારો પ્રતિસાદ મળ્યો : રાહુલ ગાંધીએ 10000 કિલોમીટરની યાત્રા કરી જેમાં લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. રાજસ્થાનમાં કોઈ ભુખું ન સુએ તેના માટે અમે વ્યવસ્થા કરી. કોરોનામાં ઑક્સિજન સુલભ વ્યવસ્થા કરી. જ્યારે ગુજરાતમાં કોરોનાકાળમાં લોકો ભારે હેરાન થયાં. લાંબી લાઈનો જોઈ અને સારવાર ન મળી. કોંગ્રેસના નેતા ભ્રષ્ટાચારી છે તેવા ભાજપ આરોપ લગાવે પણ જ્યારે તે નેતાઓ ભાજપમાં જોડાય ત્યારે તે ભાજપની વોશિંગ મશીનમાં ધોવાઈને સાફ થઈ જાય. આપને સૌને વિનંતી કે ઉમેદવાર હિંમતસિંહ અને ભરતભાઈ પરમારને વિજયી બનાવશો તેવી અપીલ અંતમાં અશોક ગેહલોતે કરી હતી.