દાહોદ: જિલ્લામાં નવજાત શિશુ હોય કે પછી ભ્રુણ હોય તેને ત્યજી દેવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે આવો વધુ એક બનાવ દાહોદ પંથક વિસ્તારમાં જોવા મળ્યો છે. રડવાનો અવાજ સાંભળી સ્થાનિકોનું પણ ધ્યાન ખેંચાયું હતુ અને ત્યારબાદ સ્થાનિકો અને મુસાફરોની ભીડ એકઠી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદના સંજેલી વિસ્તારમાં હિંદોલિયા ગામના મહેશ તેરસિંગભાઈ ભાભોર સંજેલી બસ સ્ટેશન ટ્રાફિક કંટ્રોલરની નોકરી કરે છે. તેઓ જ્યારે વહેલી સવારે ફરજ પર આવ્યા ત્યારે તેમના વોચમેન શૈલેષભાઈ હરીજને જણાવ્યુ કે બસ સ્ટેશન પાસેની રસ્તાની ડાબી બાજુએ ઝાડી ઝાંખરા પાસે કચરામાં નવજાત શિશુનો રડવાનો અવાજ આવે છે. ત્યારબાદ તેમણે તપાસ કરતા કચરામાં એક થેલીમાંથી નવજાત શિશું મળી આવ્યુ હતુ.
અજાણ્યા માતા પિતા વિરૂદ્ધ ફરિયાદ: હેશભાઇ ભાભોર અને વોચમેને સ્થાનિક સંજેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સૌ પ્રથમ શિશુને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ મથકે નવજાત શિશુને તજીદેનાર અજાણ્યા માતા પિતા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માહિતી મુજબ બાળક આશરે 15 દિવસ પહેલા જ જન્મેલુ હતુ.
ખોટી અંધશ્રદ્ધાઓ અને વહેમો જેવા સામાજિક દૂષણો સમાજમાં એક પ્રકારનો સડો છે. સૃષ્ટિનો છે એક જ પોકાર દીકરી બચાવી કરો ઉદ્ધાર. આવા દુષણોનું પ્રમાણ વધતું જતું જોવા મળી રહ્યું છે જે આપણા માટે અતિ ગંભીર બાબત છે.