ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રિક્ષાચાલકોને પ્રવેશવા ન દેવાતા હોવાનો આક્ષેપ, રીક્ષાચાલકો ધારાસભ્ય ચૈતર વસાવા પાસે પહોંચ્યા - STATUE OF UNITY

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક રીક્ષાચાલકોને પ્રવેશ ન અપાતો હોવાના આક્ષેપ સાથે રિક્ષાચાલકો ધારાસભ્ય ચૈતર વસાવા પાસે પહોંચ્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રિક્ષાચાલકોને પ્રવેશવા ન દેવાતા હોવાનો આક્ષેપ
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રિક્ષાચાલકોને પ્રવેશવા ન દેવાતા હોવાનો આક્ષેપ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 12, 2024, 11:56 AM IST

નર્મદા: કેવડિયામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે "બાહ્ય રીક્ષા ચાલકોને ગોળ અને સ્થાનિક રીક્ષા ચાલકોને ખોળ" એવી સ્થિતિ સર્જાઇ હોવાનો ઘાટ સર્જાયો છે. SOU તંત્રથી સ્થાનિક રીક્ષા ચાલકો ખૂબ જ નારાજ થઇ ગયા છે. સ્થાનિકોની રોજગારી છીનવાતા તેઓ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂઆત કરવા રાજપીપલા સુધી આવ્યા છે.

સ્થાનિક રીક્ષાચાલકોને પરિસરમાં પ્રવેશની મનાઇ: સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનતા અહીં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનતા સ્થાનિકોને રોજગારી મળશે. એવી આશા સાથે લોકો ખુશખુશાલ હતા. પરંતુ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં સ્થાનિક રીક્ષા ચાલકોને રીક્ષા ચલાવવા ન દેતા સ્થાનિકોને મળતી રોજગારી પર રોક લાગી ગઇ છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પ્રવાસીઓને લઈ જવા લાવવા સ્થાનિક રીક્ષા ચાલકોને રોજગારી માટે પાસ આપવામાં આવ્યા છે. પરંતુ SOU તંત્ર દ્વારા બહારના રીક્ષા ચાલકોને પાસ નથી અપાયા, લીમડી, બારફરિયા, નવાગામ સહિતના ગામોના રીક્ષા ચાલકોને પાસ આપવામાં આવતો નથી અને સુરક્ષાકર્મીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં જવા દેતા નથી જેથી રીક્ષાચાલકો રોષે ભરાયા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રિક્ષાચાલકોને પ્રવેશવા ન દેવાતા હોવાનો આક્ષેપ (Etv Bharat Gujarat)

ધારાસભ્ય ચૈતર વસાવાની આંદોલનની ચીમકી: સ્થાનિકોએ ધારાસભ્ય ચૈતર વસાવાને મળી રજુઆત કરી હતી. છેલ્લા 2 વર્ષથી SOU દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છેય તેવા આક્ષેપ સાથે સ્થાનિક રીક્ષા ચાલકો કેવડિયાથી 40 થી વધુ રીક્ષા લઈ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂઆત કરવા પહોંચ્યા હતા, ધારાસભ્ય ચૈતર વસાવા તમામ રીક્ષા ચાલકોને લઇને જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચી ગયા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ વડા સમક્ષ સ્થાનિકોની રોજગારી અંગે પ્રશ્નો કરીને આ બાબતે યોગ્ય નિકાલ નહી આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો:

  1. વડોદરામાં કોયલી નજીક રિફાઇનરી બ્લાસ્ટમાં 1નું મોત, 2 હોસ્પિટલમાં સારવાર હેઠળ
  2. 6 મહિના અગાઉ મળેલી લાશનો ઉકેલાયો ભેદ, પત્ની અને પ્રેમી પર હત્યાનો આરોપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.