અમદાવાદ: અવારનવાર ખાદ્ય પદાર્થોમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓ નીકળતી રહે છે. ત્યારે સાણંદના શુભ અથાણાં ભંડાર નિર્મિત કેરીના અથાણામાંથી એક મરેલી ગરોળી નીકળી હતી. આવો જ અમદાવાદના જોધપુર વિસ્તારના રાવલ પરિવારને કડવો અનુભવ થયો છે. તેઓએ વેજલપુરના શ્રેયસ કોમ્પલેક્સમાં આવેલા જૈન ગૃહઉદ્યોગમાંથી કેરીનું અથાણું ખરીદ્યું હતું. દરરોજના વપરાશના કારણે પરિવારના લોકોને ઝાડા ઊલટીની અસર થઈ હતી. આ ઉપરાંત નરોડાની મયુર હોટલના જમવામાંથી વંદો નીકળ્યો હતો. હોટલ તરફથી યોગ્ય જવાબ નહીં મળતા ગ્રાહકે આરોગ્ય વિભાગને જાણ કરી હતી.
અમદાવાદમાં 10 કિસ્સાઓ સામે આવ્યા: સમગ્ર ગુજરાતમાં ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાનો સિલસિલો યથાવત રહેતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 થી 15 દિવસમાં અમદાવાદમાં 10 થી વધારે કિસ્સાઓ સામે આવ્યા છે. વાત કરીએ તો ખાણી પીણીમાં જીવજંતુઓ નીકળ્યા હોય તેવા સમગ્ર ગુજરાતમાં ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે સાણંદના શુભ અથાણાં ભંડાર નિર્મિત કેરીના અથાણામાંથી ગરોળી નીકળી છે.
અથાણામાંથી મરેલી ગરોળી નીકળી: બીજી તરફ અમદાવાદના જોધપુર વિસ્તારના રાવલ પરિવારને કડવો અનુભવ થયો છે. રોજિંદા જીવનમાં વપરાતા અથાણામાંથી જ્યારે ગરોળી નીકળે ત્યારે સમગ્ર પરિવારમાં એક અલગ જ માહોલ છવાઈ ગયો હતો. રાવલ પરિવારે વેજલપુરના શ્રેયસ કોમ્પલેક્સમાં આવેલા જૈન ગૃહઉદ્યોગમાંથી અથાણું ખરીદ્યું હતું. શરૂઆતમાં અથાણાના વપરાશથી કોઈ અસર નથી થઈ પરંતુ દરરોજના વપરાશના કારણે પરિવારને ઝાડા ઊલટીની અસર થઈ હતી. અથાણામાં આખે આખી ગરોળી જોવા મળી હતી. આ જોઇ પરિવારના લોકોનું સ્વાસ્થ્ય કથળી ગયું હતું.
પનીરના શાકમાંથી નીકળ્યો વંદો: બીજી બાજુ વાત કરીએ તો નરોડાની મયુર હોટલમાં પણ એક પરિવાર જમવા ગયો હતો ત્યારે પનીરના શાકમાં વંદો નીકળવાની ઘટના સામે આવી હતી. વંદો નીકળતા જ ગ્રાહક હોટલના માલિક સાથે વાત કરવા પહોંચી ગયો હતો. પરંતુ કોઈ પણ જાતનો જવાબ ન મળતા ગ્રાહકે આરોગ્ય વિભાગને સંપૂર્ણ ઘટનાની જાણ કરી હતી. છેલ્લા ઘણા દિવસથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
હોટલ સંચાલકો બેદરકારી દાખવે છે: હવે લોકો બહારનું ખાવાનું ટાળે છે અને હોટલના સંચાલકો ગ્રાહકો પ્રત્યેથી વિશ્વાસ ગુમાવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. મોટી શાખાઓ લઈને બેઠેલા સંચાલકો એટલી બેદરકારી દેખાડી રહ્યા છે. કોઈપણ જાતની સ્વચ્છતા અને ગંદગી જ્યારે ખાણીપીણીની આ વસ્તુઓમાં સામે જોવા મળે છે ત્યારે ગ્રાહકોને હોટલ અને હોટલના સંચાલકો પ્રત્યે વિશ્વાસઘાતનો અનુભવ થાય છે.