ETV Bharat / state

જાણો ગિરનારની લીલી પરિક્રમાના 4 પડાવોનું શું છે ધાર્મિક મહત્વ - JUNAGADH GIRNAR LILI PARIKRAMA

કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા યોજાતી આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર લીલી પરિક્રમા 4 યુગનું પ્રતિનિધિત્વ પણ કરે છે.

લીલી પરિક્રમા 4 યુગનું પ્રતિનિધિત્વ કરે છે.
લીલી પરિક્રમા 4 યુગનું પ્રતિનિધિત્વ કરે છે. (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 12, 2024, 10:54 AM IST

જૂનાગઢ: કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આદિ અનાદિ કાળથી યોજાતી આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર લીલી પરિક્રમા 4 યુગનું પ્રતિનિધિત્વ પણ કરે છે. પરિક્રમા દરમિયાન 4 પડાવ જે ખૂબ મહત્વના માનવામાં આવે છે. જેને 4 યુગ સાથે જોડીને પણ જોવામાં આવે છે.

ગિરનારની પરિક્રમા અને તેના 4 પડાવો: કારતક સુદ અગિયારસથી લઈને પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આદિ અનાદિ કાળથી થતી આવે છે. જ્યારે સર્વ પ્રથમ વખત પરિક્રમાની શરૂઆત થઈ. ત્યારે ગિરનાર ફરતે પરિક્રમાના માર્ગ પર 4 જગ્યા પર દૈવીય તત્વો દ્વારા પડાવ નાખીને વિશ્રામ કરી જંગલમાં દેવોના અહેસાસના સાનિધ્યની વચ્ચે ભોજન પ્રસાદ બનાવીને આરોગવાની એક વિશેષ પરંપરા શરૂ થઈ. જે આજે પણ કલયુગમાં જળવાતી જોવા મળે છે.

લીલી પરિક્રમા 4 યુગનું પ્રતિનિધિત્વ કરે છે. (Etv Bharat Gujarat)

ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાને 4 યુગના પ્રતિનિધિત્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. 4 પડાવોને સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ સાથે પણ જોવામાં આવે છે. આ 4 જગ્યા પર પડાવ નાખીને કોઈ પણ પરિક્રમાર્થી પરિક્રમા દરમિયાન તેમના દ્વારા થયેલા સત્વ અને તત્વના આહલાદક અનુભવનો ભાથું પણ બાંધતો હોય છે.

લીલી પરિક્રમા 4 યુગનું પ્રતિનિધિત્વ કરે છે.
લીલી પરિક્રમા 4 યુગનું પ્રતિનિધિત્વ કરે છે. (Etv Bharat Gujarat)

એક સાથે 4 યુગોની યાત્રા: કારતક સુદ અગિયારસથી ઇટવા દ્વારથી શરૂ થયેલી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રથમ પડાવ જીણા બાવાની મઢી રાખવામાં આવે છે, જેને સતયુગના પ્રતિનિધિ તરીકે પણ આ જગ્યાને મહત્વ આપવામાં આવ્યું છે. કારતક સુદ અગિયારસની મધ્યરાત્રીએ શરૂ થયેલી પરિક્રમાનો પ્રથમ પડાવ જીણાબાવાની મઢીએ રાત્રિ રોકાણથી પૂર્ણ થાય છે. ત્યારબાદ બીજે દિવસે પરિક્રમાથીઓ વહેલી સવારે પદયાત્રા શરૂ કરે છે. જે માળવેલાની જગ્યા પર રાત્રિના સમયે પહોંચે છે. અહીં પણ રાત્રિનો પડાવ નાખવાની એક પરંપરા છે. માળવેલાની જગ્યામાં નાખવામાં આવેલા પડાવને ત્રેતાયુગ સાથે જોડીને જોડવામાં જોવામાં આવે છે. અહીં પણ પ્રત્યેક પરિક્રમાથી રાત્રિનો વિશ્રામ અને પરિક્રમાને વિરામ આપીને ભોજન પ્રસાદ ગ્રહણ કરી પડાવ રુપે રાત્રિ રોકાણ કરતા હોય છે.

દ્વાપર યુગ સાથે બોરદેવીની છે વિશેષ માન્યતા: માળવેલાની જગ્યામાં પડાવ નાખીને રાત્રિ રોકાણ કરેલી પદયાત્રા વહેલી સવારે શરૂ થઈને બોરદેવીની જગ્યા પર ત્રીજો પડાવ નાખે છે. બોરદેવીના પડાવને દ્વાપર યુગ સાથે જોડીને જોવામાં આવે છે. અહીં બોરડીના ઝાડમાંથી ભગવાન શ્રીકૃષ્ણને શક્તિ સ્વરૂપે મા જગદંબા એ દર્શન આપ્યા હતા. તેથી આ પડાવને બોરદેવીના પડાવ તરીકે ઓળખવામાં આવે છે. બોરદેવી માતાજી ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી તરીકે પણ પૂજાય છે. પરિક્રમાનો અંતિમ અને ચોથો પડાવ એટલે કે ભવનાથ, ભવનાથને કળયુગ સાથે જોડીને જોવામાં આવે છે. ચાર પડાવો બાદ ભવનાથમાં પરિક્રમા પૂર્ણ થાય છે. પ્રત્યેક પરિક્રમાથી ગિરનાર પર્વત પર થોડા પગથિયાં આવીને શ્રીફળ વધેરી પરિક્રમાને વિધિવત રીતે પૂર્ણ કરતા હોય છે.

આધુનિક યુગમાં 24 કલાકમાં પરિક્રમા થાય છે: આધુનિક યુગમાં માત્ર 24 કલાકમાં પરિક્રમા પૂર્ણ કરીને પરત આવતા પરિક્રમાર્થીઓની સંખ્યા પણ દર વર્ષે વધતી જાય છે. ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરના મહંત રામગીરી બાપુ પરિક્રમાનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ જણાવતા જણાવે છે કે, પરિક્રમા પથ પર 4 પડાવ નાખવા ખૂબ જ મહત્વના છે. 4 પડાવ સાથે કરેલી પરિક્રમા ન માત્ર ધાર્મિક પરંતુ શારીરિક અને પ્રાકૃતિક રીતે પણ પ્રત્યેક જીવ માટે ખૂબ જ લાભપ્રદ માનવામાં આવી છે. 4 પડાવ નાખીને કરેલી પરિક્રમા કોઈ પણ વ્યક્તિના જીવનને કુદરતને સમીપે લઈ જવા માટે પૂરતી છે. પરંતુ આધુનિક યુગમાં યુવાનો 24 કલાકમાં પરિક્રમા પૂર્ણ કરી દે છે. જેથી પરિક્રમાનું મહત્વ ઘટી જાય છે અને સાથે સાથે તેના કોઈ પણ પ્રકારના લાભ 24 કલાક દરમિયાન પરિક્રમા પૂર્ણ કરનાર પરિક્રમાર્થીઓને મળતા નથી.

આ પણ વાંચો:

  1. ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ, ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ
  2. 'શ્રીકૃષ્ણએ તેમના સખાઓ સાથે શરૂ કરી હતી સૌ પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા', જાણો ઈતિહાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.