ETV Bharat / state

પોરબંદરમાં આગામી 48 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, માછીમારોને સતર્ક રહેવા સૂચના, શાળાઓમાં રજા - Rain in Gujarat Updates - RAIN IN GUJARAT UPDATES

પોરબંદરમાં આગામી 48 કલાક ભારે રહેવાની આગાહી સામે આવી છે. આ સમયમાં ભારે વરસાદ અને પવન ફૂંકાવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને પગલે માછીમારોને એલર્ટ કરાયા છે અને જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે... - Rain in Gujarat Updates

પોરબંદરમાં વરસાદને લઈ એલર્ટ
પોરબંદરમાં વરસાદને લઈ એલર્ટ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2024, 10:22 PM IST

પોરબંદર: પોરબંદરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદે માઝા મૂકી છે ત્યારે અત્યાર સુધીમાં 48 કલાકમાં 23 થી પણ વધુ વરસાદ વરસી ગયો છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે, રસ્તાઓ પણ બંધ કરવાની સ્થિતિ સર્જાય છે. ત્યારે પોરબંદરમાંથી અનેક લોકોનું સ્થળાંતર પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આગામી 48 કલાકમાં ભારે પવન સાથે વરસાદ વરસે તેવી સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને લોકોને સતત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે.

વરસાદની આગાહી માછીમારોને સતર્ક રહેવા સૂચના (Etv Bharat Gujarat)

પોરબંદરમાં જન્માષ્ટમીના દિવસથી સતત વરસેલા વરસાદે લોકોની મજા બગાડી છે ત્યારે છેલ્લા 48 કલાકમાં પોરબંદરમાં 13 ઇંચથી પણ વધુ વરસાદ પડી ગયો છે અને પોરબંદરના રાજીવ નગર ખડા વિસ્તાર તથા બોખીરા વિસ્તારમાં પણ ફરીથી પાણી ભરાયા છે. આ અગાઉ પણ વરસાદ વરસ્યો હતો ત્યારે વેચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને હાલ પણ આ જ પરિસ્થિતિ સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ વરસાદ મુખ્ય રસ્તા ઉપર વૃક્ષો પડવાની ઘટના પણ બની છે અને તાત્કાલિક તંત્ર દ્વારા હટાવવામાં પણ આવ્યા છે, ત્યારે તંત્ર દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી છે.

વરસાદની આગાહી માછીમારોને સતર્ક રહેવા સૂચના

માધવપુર ઘેડ વિસ્તારમાં પાણી ફરી વળ્યા અત્યાર સુધીમાં 21 જેટલા લોકોને એરલીફ્ટ કરાયા

પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે માધવપુર ઘેડ વિસ્તારમાં અને બરડા વિસ્તારમાં અનેક લોકો પાણીમાં ફસાયા હતા અને અત્યાર સુધીમાં કુલ 21 જેટલા લોકોને એરલીફ્ટ કરવામાં આવ્યા છે. જેમાં સ્થાનિક કક્ષાની ફાયર બ્રિગેડની ટીમ નેવીની ટીમ એસડીઆરએફની ટીમ મરીન કમાન્ડોની ટીમ તમામના સઘન પ્રયત્નો બાદ પણ સફળતા ન મળતા કોસ્ટ ગાર્ડનો સંપર્ક કરી airlift ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના એરડા ગામમાંથી પાંચ લોકોને તથા કુતિયાણા તાલુકાના કંટોલ ગામના ચાર લોકોને અને કુતિયાણા ગામના માલ ગામેથી છ લોકોને તથા જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના વેકરી ગામેથી છ લોકો મળી કુલ 21 વ્યક્તિઓનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તમામ વ્યક્તિઓને સલામત સ્થળે રાખવામાં આવ્યા હતા.

474 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું

પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કરના જણાવ્યા અનુસાર પોરબંદર જિલ્લામાં વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને અસર થઈ છે અને અનેકના ઘરમાં પાણી ઘૂસી ગયા હોય તેવા અસરગ્રસ્તોને માટે તેઓને અગવડતા ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા સતત તકેદારી રાખવામાં આવી છે. હાલ તમામ આશ્રિતો માટે નજીકની શાળાઓમાં સ્થળાંતરિત કરાયા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 474 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને ત્યાં રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

પોરબંદરમાં યોજાયેલો જન્માષ્ટમીનો મેળો રદ કરાયો

પોરબંદરમાં ચોપાટી ગ્રાઉન્ડમાં યોજાયેલ જન્માષ્ટમીનો મેળો ભારે વરસાદના કારણે સંપૂર્ણપણે રદ કરવાની જાહેરાત આજે નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારીએ કરી હતી આ ઉપરાંત મેળામાં સ્ટોલ ધારકો અને ચકડોળ ધારકોને નુકસાની ગઈ હોય જેના કારણે સો ટકા વળતર પરત આપવાનું પણ જણાવ્યું હતું અને જીએસટી સાથે વળતર પરત આપવા માટે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી એક અઠવાડિયા માં વળતર આપવાની જાહેરાત કરી હતી.

પોરબંદરમાં રાજીવ નગરમાં ફરીથી પાણી ભરતા લોકો મુશ્કેલીમાં

થોડા દિવસો પહેલા જે વરસાદ વરસ્યો હતો ત્યારે પોરબંદરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેમાંથી રાજીવનગર અને છાયામાં પાણી ભરાયા હતા પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાયું હોય તેમ ફરીથી રાજીવ નગરમાં પાણી ભરાયા હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક કામગીરી કરવા અને જળમૂળથી પાણી ભરાઈ જવાનો નિકાલ કરવા સૂચન કર્યા હતા.

રાજ્યના 12 અને પંચાયત વિભાગના 74 માર્ગો બંધ કરાયાઃ ધસમસતા પાણીના પ્રવાહમાં લોકોને ન પ્રવેશવા સૂચના

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોની સલામતીને ધ્યાને લઇને જોખમી રસ્તા પર હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અતિ ભારે વરસાદની સ્થિતિમાં પોરબંદર જિલ્લામાં મોટાભાગના રસ્તાઓ પર પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. ઉપરવાસના વિસ્તારમાંથી પણ પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે, આથી લોકોની સલામતી અને સાવચેતીને ધ્યાને લઈ અનેક રસ્તાઓ પર લોકોને અવરજવર ન કરવા સૂચના આપી દેવામાં આવી છે તેમજ સ્ટેટના ૧૨ અને પંચાયત વિભાગના ૭૪ માર્ગો બંધ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

સમુદ્રમાં માછીમારી કરવા ગયેલી 1208 બોટ પોરબંદરના બંદર પર પરત આવી

અતિ ભારે વરસાદના પગલે પોરબંદરના બંદર પર ૧૨૦૮ જેટલી બોટ પરત આવી છે. પોરબંદર જિલ્લામાં ભારે પવન સાથે સતત વરસાદ વરસી રહ્યો છે. બંદર પર ૩ નંબરનું સિગ્નલ પણ યથાવત છે. સમુદ્રમાં માછીમારી કરી રહેલા માછીમારોને નજીકના બંદરે સલામત સ્થળે આશ્રય લેવા જણાવવામાં આવ્યું હતું. દરિયામાં ખરાબ હવામાન અને ભારે પવનને કારણે ફિશીંગ બોટના માછીમારોને કોસ્ટગાર્ડની મદદથી પણ સાવચેત કરવામાં આવ્યા હતા, જેના પગલે ૧૨૦૮ જેટલી બોટ પોરબંદરના બંદર પર પરત આવી ગઈ છે અને પોરબંદરની ૯ર બોટ ઓખા, જખૌ, વેરાવળ, મહારાષ્ટ્ર સહિતના બંદરો પર સુરક્ષિત લાંગરી દેવામાં આવી છે. પોરબંદર મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા બુધવારના દિવસે ૩ વાગ્યા સુધીમાં તમામ બોટો સલામત હોવાનું જણાવવામાં આવ્યું હતું.

તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ

ભારે વરસાદના કારણે જન્માષ્ટમીના દિવસથી તારીખ 28 ના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતું ત્યારે આજે ફરીથી જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર 29 તારીખના રોજ પણ શાળાઓ બંધ રાખવા ની સૂચના આપવામાં આવી છે શિક્ષકો શાળાએ જશે પરંતુ વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે ત્યારે પોરબંદરના જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કરે પણ લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે આગામી 48 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હોય ત્યારે પોરબંદરના લોકોએ આગામી 48 કલાક સુધી જરૂર ન હોય તો બહાર ન નીકળવું અને સલામત સ્થળે રહેવા અપીલ કરી હતી.

  1. ખેડૂતોના નુકસાનનો કરાશે સર્વેઃ કૃષિમંત્રીની સુરેન્દ્રનગરમાં સમીક્ષા બેઠક - Rain in Surendranagar
  2. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આભ ફાટ્યું, 24 કલાકમાં 18 ઇંચ વરસાદ, જાણો સંપૂર્ણ અહેવાલ - Heavy rain in Devbhoomi Dwarka

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.