જુનાગઢ: જુનાગઢ પોલીસ હેડ કવાટર નજીક નવા નાગરવાડા વિસ્તારમાં જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે, આ શૌચાલય આસપાસના વેપારી અને બજારમાં ખરીદી કરવા માટે આવતા લોકો માટે આશીર્વાદ સમાન માનવામાં આવે છે પરંતુ આ શૌચાલય અહીં રહેતી મહિલાઓ માટે શરમજનક સ્થિતિનું નિર્માણ પણ કરે છે.
જાહેર માર્ગ પર શૌચાલય હોવાને કારણે ઘણા લોકો શૌચાલયનો ઉપયોગ કરે છે, પરંતુ તેમાં દરવાજો નહીં હોવાને કારણે આ વિસ્તારમાં રહેતી મહિલાઓ અને અહીંથી પસાર થતી પ્રત્યેક મહિલા ખૂબ જ શરમજનક સ્થિતિમાં મુકાય છે. જેથી જાહેર શૌચાલયમાં અહીંથી પસાર થતી તેમજ બહુમાળી ભવનોમાં રહેતી કોઈ પણ વ્યક્તિની નજર ન જાય તે પ્રકારે દરવાજો મુકવાની માંગ મહિલાઓ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર મામલાને વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર દ્વારા જવાબદાર અધિકારીઓ સમક્ષ પણ મુકાયો છે.
સ્થાનિક કોર્પોરેટરે આપી વિગતો: આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર હિતેશ ગાંધીએ જાહેર શૌચાલય પર દરવાજો મુકવાની માંગ મહિલાઓ દ્વારા કરવામાં આવી છે તેનો સ્વીકાર કર્યો છે, અને તેમના દ્વારા કમિશનરને જાહેર શૌચાલય પર દરવાજો મુકવાની સૂચના અને દરખાસ્ત કરવા વિધિવત રીતે કહેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જાહેર શૌચાલય દરવાજા યુક્ત બને તે માટેની વ્યવસ્થા તેમના દ્વારા થશે તેવો ભરોસો પણ તેમણે આ વિસ્તારની મહિલાઓને અપાવ્યો છે. નવા નાગરવાડા વિસ્તાર રહેણાંક અને વ્યાપારિક હેતુ માટે પણ અહીં દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં લોકોની અને ખાસ કરીને મહિલાઓની અવરજવર રહેતી હોય છે, ત્યારે દરવાજા વિહીન જાહેર શૌચાલયના કારણે મહિલાઓને શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડી રહ્યું છે.
- જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરનું બ્યૂટીફિકેશન સ્થાનિકો અને વાહન ચાલકો માટે બન્યું 'મુસીબત', એક માર્ગીય રસ્તાએ સર્જી બહુ માર્ગીય સમસ્યા - Narsinh Maheta Lake Beautification
- ખેડૂતોનો વસવસો 10 વર્ષમાં ઘટાડો થવાના બદલે મુશ્કેલી વધી, જુનાગઢ લોકસભા બેઠકના નવા સાંસદ તરફ અનેક અપેક્ષા - Lok Sabha Election 2024