કચ્છ: સમગ્ર જિલ્લામાં ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. કચ્છના સરહદી તાલુકા લખપતમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 14 mm, રાપર તાલુકામાં 10 mm, ભચાઉ તાલુકામાં 31 mm, અંજાર તાલુકામાં 10 mm, નખત્રાણા તાલુકાના 7 mm, અબડાસા તાલુકામાં 60 mm, માંડવી તાલુકામાં 59 mm, મુન્દ્રા તાલુકામાં 3 mmm અને ગાંધીધામ તાલુકામાં 6 mm વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદ બાદ પાણી વહી નીકળ્યાં: માંડવીમાં ભારે વરસાદના પગલે ભારે પાણી વહી નીકળ્યાં હતાં અને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બજારોમાં પણ પાણી ભરાય ગયા હતા અને પાણી વહેતા નદી જેવા દ્ર્શ્યો જોવા મળ્યા હતા. તો અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. ખીરસરા વીંઝાણ ગામની નદીમાં બોલેરો ગાડી પાણીના પ્રવાહમા ફસાઈ હતી. તેમજ અબડાસાના સાંધાણની નદીમાં 30થી વધુ ગાયો ફસાઈ હોવાનું સ્થાનિક જગદીશ ભાનુશાલીએ જણાવ્યું હતું. રાપરમાં પણ ભારે વરસાદી ઝાપટાં બાદ પાણી વહી નીકળ્યાં હોવાનું સ્થાનિક મુકેશ ગોરે જણાવ્યું હતું.
તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
- અબડાસા તાલુકાના નલિયા, જખૌ, અરજણપર,વાંકુ, કોઠારા, નરેડી, મોટી ભેદી,ધનાવડા ગામમાં વરસાદ વરસ્યો હતો.
- મુન્દ્રા તાલુકાના સમાગોગા,ટુંડા નવીનાલ ,મોટા કપાયા, મોટી ખાખર, છશરા,ભુજપર, ગુંદાલા,ત્રગડી, ઝરપરા ગામમાં વરસાદ નોંધાયો હતો.
- બન્ની વિસ્તારના ગોરેવાલી વિસ્તારમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું.
- નખત્રાણા તાલુકાના વેડહાર મોટી ભીટારા ગામમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. માંડવી તાલુકાના શેખાઈ બાગ, ભાચુંડા, નાની ખાખર, ગુંદિયાળી, બિદડા, પીપરી ગામમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
- રાપર તાલુકામાં બાલાસર ,સામખિયાળી, પલાસવા ગામમાં વરસાદ વરસતી હતો.
- ભચાઉ તાલુકાના વોંધ અને ભચાઉ શહેરમાં પણ મેઘરાજા વરસ્યા હોવાનું સરપંચ રામજી ચૌધરીએ જણાવ્યું હતું.