જામનગર: જિલ્લાનું નામ બાંધણી અને કચોરીના કારણે વિશ્વવિખ્યાત બન્યું છે. જામનગરમાં અવનવી વેરાઈટીઝની કચોરીઓ બનાવવામાં આવે છે. આ કચોરિઓની દેશ વિદેશમાં માગ છે. જેનું મુખ્ય કારણ એ છે કેે, કચોરીમાં અવનવી ડ્રાયફ્રુટનો ઉપયોગ કરવામાં આવે છે. આટલું જ નહીં પરંતુ જામનગરની કચેરી વિશ્વના અનેક દેશમાં એક્સપોર્ટ પણ કરવામાં આવે છે.
જામનગરમાં આ વિશ્વવિખ્યાત કચોરીની દુકાનના માલિક સાથે વાત કરતાં જાણવા મળ્યું છે કે, તેમની આ કચોરી દુબઈ, અમેરિકા, ન્યૂઝીલેન્ડ અને કેનેડામાં મોટી સંખ્યામાં તહેવાર પર મોકલવામાં આવે છે.
ગુજરાતીઓ આમ પણ આ સ્વાદના શોખીન હોય છે. ખાસ કરીને દિવાળીનો તહેવાર. દિવાળીના તહેવારમાં લોકો મોટી સંખ્યામાં મીઠાઈની ખરીદી કરતા હોય છે. અહીંના લોકો દ્વારા મીઠાઈમાં કચોરીને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. ડ્રાયફ્રુટ કચોરી તેમજ જામનગરની ફેમસ કચોરી ખૂબ પ્રખ્યાત છે.
વિદેશ, શહેર અને હવે ગામડાઓ. ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો જામનગર સિટીમાં સ્પેશિયલ કચોરી ખરીદવા માટે આવે છે. જોકે મીઠાઈની સાથે સાથે કચોરીની માગ પણ બજારમાં ખૂબ જોવા મળી છે. મીઠાઈની દુકાનો પર લોકોની લાંબી કતારો કચોરી ખરીદવા માટે જોવા મળી રહી છે.
જાણવા જેવી બાબત એ છે કે, કચોરીની બનાવટની વાત કરવામાં આવે તો આ કચોરી 15 થી 20 દિવસ સુધી બગડતી નથી અને ગમે ત્યાં કચોરીને દૂર મોકલી શકો છો. પરિણામે તેના સ્વાદ, સંગ અને લાંબા સમય સુધી ન બગાડવાની સ્થિતિને કારણે આ કચોરી વિશ્વવિખ્યાત છે.
આ પણ વાંચો: