ETV Bharat / state

કચ્છની ધરા ફરી ધ્રુજી : વાગડ વિસ્તારમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો નોંધાયો - Kutch earthquake - KUTCH EARTHQUAKE

કચ્છમાં આજે શુક્રવારે વહેલી સવારે 6:27 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો છે. આજે વહેલી સવારે પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના રાપર પાસે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટ લાઇન પર જ નોંધાઈ રહ્યા છે.

કચ્છની ધરા ફરી ધ્રુજી
કચ્છની ધરા ફરી ધ્રુજી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2024, 10:17 AM IST

કચ્છ : સરહદી જિલ્લા કચ્છમાં આજે વહેલી સવારે 6:27 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આજે વહેલી સવારે પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના રાપર પાસે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

કચ્છની ધરા ફરી ધ્રુજી : વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર ભૂકંપના નાના મોટા આંચકા નોંધાઈ રહ્યા છે. પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તાર એવા ખાવડા પાસે પણ નાના-નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. આજે 27 સપ્ટેમ્બર, શુક્રવારે સવારે 6:27 કલાકે 2.7 ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિલોમીટર વેસ્ટ, સાઉથ-વેસ્ટમાં નોંધાયું છે.

ભચાઉની ભૂકંપ ફોલ્ટલાઈન પર આંચકો : ઉલ્લેખનીય છે કે, કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટ લાઇન પર જ નોંધાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલા ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકા અનુભવાતા હોય છે. આજે ફરી વાગડ વિસ્તારમાં ભચાઉ પાસેની ફોલ્ટ લાઈન આસપાસ આંચકો અનુભવાયો હતો.

4 થી વધુ તીવ્રતાના આંચકા ગંભીર : કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તેમાંથી મોટાભાગની સક્રિય થઈ છે. તેની આસપાસ જ છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા. પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

  1. કચ્છનો સૌથી મોટો મોટાયક્ષ દાદાનો મેળો: આ 1283મી વખત યોજાશે મેળો
  2. અફવાઓથી સાવધાનઃ 'રણોત્સવ તો યોજાશે જ', બુકિંગ રદ્દ ના કરાવવા અપીલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.