કચ્છ: હાલમાં ખાતરના જથ્થાની અછત જોવા મળી રહી છે તે વચ્ચે ચોરીના ખાતર સાથે પૂર્વ કચ્છ એલસીબીએ ઝડપી પાડયો છે. પૂર્વ કચ્છના અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેર કાયદેસર રીતે ચોરી કરીને મેળવેલા નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે. લોકલ ક્રાઈમે બ્રાન્ચે ખાતરની 264 ગુણી ખાતરની ઝડપી પાડવામાં આવી છે. ખાતરની ચોરી કરીને જતા 2 આરોપીઓને પૂર્વ કચ્છ એલસીબીએ ઝડપી પાડયા છે તો હજુ પણ 2 જેટલા આરોપી ફરાર થયા છે. બન્ને આરોપીઓની અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાહનમાંથી મળ્યું યુરિયા ખાતર
પૂર્વ કચ્છ એલ.સી.બી.ની ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. જે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, અંજારમાં લક્ષ્મી પોલીમર્સમાં યુરિયા ખાતર ભરેલું એક વાહન ખાલી થઈ રહ્યું છે. આ બાતમીના આધારે LCBની ટીમ દ્વારા તે સ્થળે રેડ કરવામાં આવતા વાહનમાંથી નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો.
આરોપીઓ વિરુદ્ધ પોલીસે નોંધ્યો ગુનો
પૂર્વ કચ્છ એલસીબીની ટીમે ત્યાં હાજર શખ્સોની પૂછપરછ કરતા નીમ કોટેડ યુરિયા ખાતરના જથ્થાના કોઈ આધાર પુરાવા નહોતા. આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવી સંગ્રહ કર્યો હોવાનું જણાતા ખાતરનો જથ્થો કબ્જે કરી તથા ત્યાં હાજર બે ઓપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
6.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
બંને આરોપીઓ પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે 264 નંગ યુરિયા ખાતરની બેગ મળી છે. જેની કિંમત 70,356 રૂપિયા જેટલી થાય છે. આ સાથે મોબાઈલ, વાહન મળીને કુલ 6,80,356 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.
આ પણ વાંચો: