ETV Bharat / state

કચ્છના પાન્ધ્રોમાં આવેલ લિગ્નાઈટ ખાણમાં 49 ફૂટ લાંબા સાપના 47 મીલિયન વર્ષ જૂના અવશેષો મળ્યા - 49 Feet Long Snake 47 Million Years

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 19, 2024, 6:06 PM IST

કચ્છની પાન્ધ્રો પાસેની લિગ્નાઈટ ખાણમાં અત્યાર સુધીના સૌથી મોટા સાપના અવશેષો મળી આવ્યાછે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી રૂરકી (IITR)માં પેલિયોન્ટોલોજીના પોસ્ટ ડોક્ટરલ સંશોધક અને સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં મુખ્ય લેખક દેબાજીતે દત્તાએ આ અંગેનો રિપોર્ટ રજૂ કર્યો છે. આ સાપ 49 ફૂટ લાંબો હોવાનું અને આ અવશેષો 47 મીલિયન વર્ષ જૂના છે. 49 Feet Long Snake 47 Million Years Old

49 ફૂટ લાંબા સાપના 47 મીલિયન વર્ષ જૂના અવશેષો મળ્યા

કચ્છઃ પાન્ધ્રો પાસેની લિગ્નાઈટ ખાણમાંથી 47 મીલિયન વર્ષો જૂના સાપના અવશેષો મળી આવ્યા છે. આ સાપ 49 ફૂટ એટલે કે 15 મીટરથી વધુ લાંબો હોવાનું અનુમાન છે. સાપની કરોડરજ્જુના 27 જેટલા અવશેષો બહાર કાઢવામાં આવ્યા છે. આ સાપને વાસુકી ઈન્ડિકસ નામ આપવામાં આવ્યું છે. IIT રૂરકીના 2 નિષ્ણાત સંશોધકોએ આ સાપના અવશેષો શોધી કાઢ્યા છે.

સાપને વાસુકી ઈન્ડિક્સ નામ અપાયુંઃ કચ્છના પાન્ધ્રો પાસેની લિગ્નાઈટ ખાણમાંથી વાસુકી ઈન્ડિકસ નામના સાપના અવશેષો મળ્યાં હોવાનું જાહેર કરતું એક સંશોધન સાયન્સ જર્નલ 'સાયન્ટીફિક રીપોર્ટસ'માં પ્રગટ કરવામાં આવતાં સમગ્ર વિશ્વનું આ બાબતે ધ્યાન ખેંચાયું છે. આ બંને પેલિઓન્ટોલોજીસ્ટ ભૂતકાળમાં નામશેષ થઈ ગયેલી સજીવસૃષ્ટિના અશ્મિઓને ખોદકામ કરીને શોધી તેનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરી લાખો કરોડો વર્ષ પૂર્વે કેવા પ્રકારની સજીવસૃષ્ટિ વિકસેલી હશે તેનો અભ્યાસ કરે છે.

વાસુકી ઈન્ડિક્સ નામ કેમ અપાયું?: વાસુકીનું નામ હિંદુ દેવતા શિવ સાથે સંકળાયેલા સાપના રાજાના નામ પરથી રાખવામાં આવ્યું છે. કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરોન્મેન્ટ સાયન્સ વિભાગના હેડ ડૉ. સુભાષ ભંડારીએ જણાવ્યું હતું કે, વાસુકી સાપ કદમાં એટલું મોટો છે કે તે વર્ષ 2009માં કોલંબિયામાં કોલસાની ખાણમાંથી મળી આવેલા ટાઈટનોબોઆ નામના બીજા વિશાળ પ્રાગૈ તિહાસિક સાપને ટક્કર આપે છે. આ બોઆ અંદાજિત 42 ફૂટ લાંબો હોવાનું અનુમાન છે. જે 60 મિલિયન વર્ષો પહેલા જીવતા હતા. વાસુકીના મળી આવેલા અવશેષો પરથી આગામી સમયમાં આવા સાપોની રહેણીકરણી કેવી હતી, કેવી ખોરાક હતો, કઈ રીતે શિકાર કરતા હતા, ક્યા પ્રકારના વાતાવરણમાં રહેતા હતા વગેરે જેવી માહિતી પર સંશોધન કરવામાં આવશે.

કરોડરજ્જુના 27 અવશેષો મળ્યાઃ આ અંગે વધુ માહિતી આપતા કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના હેડ ડૉ. સુભાષ ભંડારીએ જણાવ્યું હતું કે, વર્ષ 2005માં દેબાજીત દત્તા અને સુનીલ બાજપાઈએ કચ્છના પાન્ધ્રો લિગ્નાઈટ ખાણમાંથી તેમને વાસુકી ઈન્ડિક્સ સાપના 27 જેટલા અવશેષ કરોડરજ્જુના મળી આવ્યા છે. આ અવશેષોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતાં તેઓ એ તારણ પર આવ્યાં છે કે આ અવશેષો અંદાજે 47 મીલિયન વર્ષ અગાઉ પૃથ્વી પર વિચરતાં મહાકાય વાસુકી સાપના હોવાનું સામે આવ્યું છે.

49 ફૂટ લંબાઈ અને 1000 કિલોના વજનનો સાપઃ અવશેષોના આધારે અનુમાન લગાવી શકાય છે કે આ સાપ અંદાજે 15 મીટર અથવા 49 ફૂટ લાંબો અને વજન અંદાજે 1000 કિલો જેટલું હશે. નજીકમાં સમુદ્રકાંઠો હોઈ કાદવયુક્ત જમીનમાં તે રહેતો હશે. આ ઉપરાંત અન્ય અનુમાન એ પણ લગાડવામાં આવ્યું છે કે વાસુકી ઈન્ડિક્સ એક બિનઝેરી સાપ હશે. આજના સમયમાં જેવી રીતે અજગર કે એનાકોન્ડા શિકારની ફરતે વીંટળાઈને ખોરાક લેતો હશે.

2009માં કોલંબિયામાં પણ મળ્યા હતા આવા અવશેષોઃ ઉલ્લેખનીય છે કે સાપના કંકાલના અવશેષો અડધા મળ્યાં છે તેથી તેની લંબાઈ અને વજનનો સંશોધકો દ્વારા અંદાજ બાંધવામાં આવ્યો છે. વર્ષ 2009માં ઉત્તર કોલંબિયાની કોલસાની ખાણમાં પણ આ જ રીતે વાસુકી ઈન્ડિક્સના પૂર્વજ એવા 13 મીટર લાંબા અને અંદાજિત 60 મીલિયન વર્ષ અગાઉ વિશાળ સાપ ટાઈટનો બોઆના અવશેષો પણ મળી આવ્યા હતાં. પાન્ધ્રો ખાણમાંથી મળેલાં અવશેષો અને કોલંબિયામાં મળેલાં અશ્મિઓની પણ તુલના કરવામાં આવી છે. ડૉ. સુનિલ બાજપાઈએ જણાવ્યું હતું કે, 2 માંથી કયો સાપ અતિ વિશાળકાય હશે તેનું હાલ અનુમાન કરવું અઘરું છે. જે અવશેષો મળી આવ્યા છે જે પૈકી સૌથી મોટું અશ્મિ 17 ઈંચ જેટલું પહોળું છે. ઉલ્લેખનીય છે કે હજી સુધી આ વાસુકી ઈન્ડિક્સ સાપના મસ્તકના અવશેષો મળ્યાં નથી.

  1. પ્રભુનું સામ્રાજ્ય દ્રારકા થી લઈને સુરતના કોસંબા સુધી હતું વિસ્તરેલું, આજે પણ જોવા મળે છે અવશેષ
  2. ગાંધીનગરમાં માણસાના વિહારમાં પુરાતત્ત્વના સંશોધનમાં ખંડિત મૂર્તિનું મસ્તક મળ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.