ETV Bharat / state

કચ્છમાં કન્યા શિક્ષણને વેગ મળે તે માટે 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના' અંતર્ગત મળશે સરકારી સહાય - Kutch News

સરકાર દ્વારા કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી યોજના' અંતર્ગત ધોરણ 9 અને 10ની વિદ્યાર્થીનીઓને વાર્ષિક 10,000 રૂપિયાની નાણાકીય સહાય અને ધોરણ 11 અને 12ની વિદ્યાર્થીનીઓને 15,000 રૂપિયાની નાણાકીય સહાય મળશે. આ બંને યોજનાઓમાં શિષ્યવૃત્તિ મેળવવા માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. Kutch News Namo Laxmi Namo Saraswati Yojana Govt Scholarship

author img

By ETV Bharat Gujarati Team

Published : May 30, 2024, 4:58 PM IST

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

કચ્છઃ ગુજરાત સરકાર શાળાઓમાંથી વિદ્યાર્થીનીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તેમજ તેમની પોષણ અને આરોગ્યની સ્થિતિમાં સુધારો કરવા 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી યોજના' અંતર્ગત ધોરણ 9 અને 10ની વિદ્યાર્થીનીઓને વાર્ષિક 10,000 રૂપિયાની નાણાકીય સહાય અને ધોરણ 11 અને 12ની વિદ્યાર્થીનીઓને 15,000 રૂપિયાની નાણાકીય સહાય આપશે.

4 વર્ષ માટે 50,000ની શિષ્યવૃત્તિઃ આ યોજનાઓમાં ધોરણ 9 થી 12 સુધી નોંધાયેલ કિશોરીઓને તેમના 4 વર્ષના શિક્ષણ માટે રૂપિયા 50000 આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ સરકારી અને બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં નવમા ધોરણથી અભ્યાસ કરતી કન્યાઓને ધોરણ 9 અને 10 સુધી દસ - દસ હજાર અને ધોરણ 11 અને 12 સુધી પંદર - પંદર હજાર મળીને કુલ 50000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે માહિતી અપાતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ વખતે 2 મહત્વની યોજનાઓ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના બહાર પાડવામાં આવી છે. આ વર્ષે નવા સત્રથી આપણે આ યોજના લાગુ પડશે જેમાં ખાસ કરીને કન્યાઓ માટે કન્યા શિક્ષણને વેગ મળે એ માટે નમો લક્ષ્મી યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.

ધોરણ મુજબ વાર્ષિક શિષ્યવૃત્તિઃ આ યોજનામાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ નવના અંદર કોઈપણ દીકરી પ્રવેશ મેળવશે તો કોઈ પણ પ્રકારની આવક મર્યાદા નથી માટે પ્રવેશ મેળવી લે એટલે પ્રથમ વર્ષથી 10,000 રૂપિયા નવમા ધોરણ માટે દસમા ધોરણ માટે 10,000 અને 11 તેમજ 12 ધોરણ માટે અને પંદર- પંદર હજાર એમ કરીને ટોટલ 9 ધોરણથી 12 ધોરણ પૂર્ણ કરે એટલે 50000 રૂપિયાની સહાય કે દરેકે દરેક વિદ્યાર્થીને મળશે અને એના આગળ ભણવા માટે ખૂબ જ કામમાં આવશે અને કચ્છ માટે ખરેખર કન્યા શિક્ષણના અંદર આ મહત્વની યોજના ખરેખર કારગર પુરવાર થશે સાથે જ કન્યા શિક્ષણની અંદર ડ્રોપ આઉટ પણ ઘટશે.

કઈ રીતે મળશે રકમ?: આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કર્યેથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થિનીને કુલ 50,000 સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે. જેમાં ધોરણ 9 અને 10ના મળી કુલ 20,000 સહાય ચૂકવવામાં આવશે. જે પૈકી 9 અને 10 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન 10 માસ માટે માસિક 500 મુજબ વાર્ષિક 5000 પ્રમાણે બંને વર્ષના મળી કુલ 10,000 ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. 10,000 ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ મળવાપાત્ર રહેશે.

ધોરણ 12 પાસ કર્યા બાદ સહાય: ધોરણ 11 અને 12ના મળી કુલ 30,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી 11 અને 12 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન 10 માસ માટે માસિક 750 રૂપિયા મુજબ વાર્ષિક 7500 પ્રમાણે બંને વર્ષના મળી કુલ 15,000 ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના 15,000 રૂપિયા ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ મળવાપાત્ર રહેશે.

વાર્ષિક કૌટુંબિક આવકનો નિયમઃ આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થિનીના માતાનો આધાર કાર્ડ અને માતાનું એકાઉન્ટ હોવું જરૂરી છે કારણ કે આ સહાયની રકમ માતાના એકાઉન્ટમાં જમાં કરવામાં આવશે.જે દીકરીઓ નવમા ધોરણની અંદર એડમિશન મેળવવાની છે તેની માતાના નામે એકાઉન્ટ ખોલાવી લે જેની અંદર જોઇન્ટ એકાઉન્ટ પણ ચાલશે.આ એકાઉન્ટ ની અંદર શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે એટલે કે 27 જૂનના દિવસે સહાયનો પ્રથમ હપ્તો દરેક વિદ્યાર્થિનીના માતાના બેંક ખાતામાં ડિપોઝિટ કરવામાં આવશે.લાભાર્થી કન્યાની વાર્ષિક કૌટુંબિક આવક રૂ. 6,00,000 થી વધુ ન હોવી જોઈએ.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઃ આ યોજનાનો હેતુ સાયન્સ સ્ટ્રીમને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના કુમાર હોય કે કન્યા બંનેને લાગુ પડશે. કોઈ પણ વિદ્યાર્થી સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં સાયન્સ વિભાગમાં એડમીશન મેળવશે તો તેને પણ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ ધોરણ 11 સાયન્સ માટે 10000 અને ધોરણ 12 સાયન્સ માટે 15000 મળીને કુલ 25 હજાર રૂપિયા તેના એકાઉન્ટ માં જમાં થશે. ખાસ કરીને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં કોઈ વિદ્યાર્થી પ્રવેશ મેળવશે ત્યારે નવમા અથવા તો અગિયારમા ધોરણમાં એડમિશન સમયે 6 લાખ રૂપિયાની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે.

રજિસ્ટ્રેશનઃ લાભ મેળવવા ઇચ્છતી વિદ્યાર્થીનીઓ નમો લક્ષ્મી યોજના પોર્ટલ પરથી રજિસ્ટ્રેશન કરાવી શકશે અથવા તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો સંપર્ક સાધીને પણ વધુ માહિતી મેળવી રજિસ્ટ્રેશન કરાવી શકશે.

  1. સરકાર દ્વારા શિક્ષકોને ફરજિયાત 8 કલાક નોકરીનું ફરમાન, જાણો મામલો શુ ?
  2. પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળા માર્યા, સમાધાન બાદ ફરી શિક્ષણકાર્ય શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.