ETV Bharat / state

ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત, જખૌના દરિયાઈ વિસ્તારમાંથી BSFને ફરી ચરસના 10 પેકેટ મળ્યા - Drugs found on beach in Kutch

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 25, 2024, 1:05 PM IST

કચ્છની દરિયાઇ સીમામાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ફરી એક વાર જખૌના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફને ચારસના પેકેટ મળી આવ્યા છે. આ જોતા ખ્યાલ આવે છે કે, આટલી માત્રામાં ડ્રગ્સ મળે છે છતાં ડ્રગ્સ મોકળવવાળા શાંત થતાં નથી. આ એક ગંભીર મામલો છે. હવે જોવું રહ્યું કે તંત્ર આ મુદ્દે શું કાર્યવાહી કરે છે. વધુ જાણવા માટે વાંચો આ અહેવાલ. Drugs found on beach in Kutch

જખૌના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફને ફરી ચરસના 10 પેકેટ મળી આવ્યા
જખૌના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફને ફરી ચરસના 10 પેકેટ મળી આવ્યા (etv bharat gujarat)

કચ્છ: સરહદી વિસ્તાર કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તો ગઈ કાલે વરસાદી વાતાવરણ વચ્ચે સવારે જખૌ પાસેથી બીએસએફના જવાનોને દરિયાઈ વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન ફરી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. આ 10 જેટલા ચરસના પેકેટની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.

છેલ્લાં 14 દિવસમાં 150થી પણ વધુ ડ્રગ્સના પેકેટ મળ્યા: છેલ્લાં 14 દિવસમાં જખૌ વિસ્તારમાંથી બીએસએફને 150થી પણ વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. હજુ પણ બીએસએફ અને વિવિધ એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત બીએસએફ દ્વારા અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને દરિયાકાંઠે આવેલા અલગ-અલગ ટાપુઓ અને ખાડી વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે, અને દરિયાકાંઠાના વિસ્તાર અને ખાડી વિસ્તારમાં છેલ્લાં બે અઠવાડિયાથી સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

હજુ વધુ માત્રામાં ડ્રગ્સના પૅકેટ મળવાની સંભાવના: આ તમામ તપાસ દરમિયાન મળી આવતા પેકેટને જોતા હજુ પણ વધુ માત્રામાં ડ્રગ્સના પૅકેટ મળી આવવાની સંભાવના બીએસએફ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છની દરિયાઇ સીમા વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ડ્રગ્સ પેડલર દ્વારા ફેંકી દેવાયેલ પકેટો દરિયાના મોજામાં તણાઈ આવીને કચ્છની દરિયાઈ સીમાવ સુધી પોહચે છે. સ્ટેટ આઇબી, મરીન કમાન્ડો, સ્થાનિક પોલીસ, બીએસએફના જવાનો દ્વારા કચ્છની વિવિધ દરિયાઈ સીમા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

  1. રાજ્યવ્યાપી 'એન્ટી ડ્રગ કેમ્પેઈન', ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ - Anti drug campaign
  2. કચ્છના દરિયાઈ વિસ્તારમાં વધુ 5 કરોડનું ડ્રગ્સ મળ્યું, સર્ચ ઓપરેશન શરૂ - 10 packets of drugs were recovered

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.