ETV Bharat / state

કચ્છમાં કાલે 19 લાખથી વધુ મતદારો કરશે મતદાન, કચ્છના 1,845 અને મોરબીના 295 મળીને કુલ 2,140 મતદાન મથકો પર મતદાન - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

આવતીકાલ 7 મેના રોજ રાજ્યભરમાં લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન થશે. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન લક્ષી તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. જુઓ કચ્છ જિલ્લામાં લોકસભા ચૂંટણીના મતદાનને લઈ શું વ્યવસ્થા કરવામાં આવી છે.

કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ (ETV Bharat Desk)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 6, 2024, 3:16 PM IST

ચ્છ જિલ્લામાં લોકસભા ચૂંટણીના મતદાનને લઈને તૈયારીઓને આખરી ઓપ (Etv Bharat Gujarat)

કચ્છ : લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ બેઠક પર મતદાન થશે. આવતીકાલ 7 મેના રોજ થનાર મતદાનને ધ્યાને રાખી કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કચ્છની 6 વિધાનસભા બેઠક અને મોરબીની 1 વિધાનસભા બેઠક મળીને કુલ 19,43,136 મતદારો મતદાન કરશે, જે પૈકી 10,00,743 પુરુષ અને 9,42,366 સ્ત્રી તેમજ 27 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

કચ્છ લોકસભા બેઠકના મતદાન મથક : કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ આ અંગે માહિતી આપી હતી. જે અનુસાર લોકસભા ચૂંટણી 2024 દરમિયાન કચ્છમાં કુલ 2,140 મતદાન મથકો પર 9,203 પોલિંગ સ્ટાફ હાજર રહેશે. 7 વિધાનસભા બેઠકો પર 243 ઝોનલ ઓફિસર અને કુલ 222 જેટલા રૂટ છે. તો અનુસૂચિત જાતિ અનામત બેઠક પર 130 જેટલા માઇક્રો ઓબઝર્વરની નિમણુંક કરવામાં આવી છે. કચ્છ લોકસભા બેઠક પર ચૂંટણી માટે કચ્છના 1,845 અને મોરબીના 295 મળીને કુલ 2,140 મતદાન મથકો પર મતદાન થશે.

કચ્છમાં પોસ્ટલ બેલેટથી થયું મતદાન : કચ્છ લોકસભા બેઠક માટે કુલ 3190 જેટલા પોલિંગ સ્ટાફ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું છે. ઉપરાંત 3467 જેટલા પોલીસ કર્મચારીઓ, 636 જેટલા SRPF કર્મચારીઓ, 185 જેટલા આવશ્યક સેવામાં રોકાયેલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ મારફતે મતદાન કર્યું છે. કચ્છ જિલ્લામાં 85 વર્ષથી વધુ ઉંમરના 1236, 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા 387 જેટલા મતદારોએ પોતાના ઘરે મતદાન કર્યું હતું. આમ કુલ 9,101 મતદારોએ અત્યાર સુધીમાં કચ્છ લોકસભા બેઠક પર પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે.

આચારસંહિતા ભંગની ફરિયાદ : કચ્છમાં મતદાન માટે કુલ 2140 BU, 2140 CU અને 2140 VVPAT ની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે 533 BU, 533 CU અને 746 VVPAT રિઝર્વ રાખવામાં આવ્યા છે. તો આદર્શ આચારસંહિતા માટે 21 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી હતી. જેમાં cvigil, ટોલ ફ્રી નંબર, NGSP, ટીવી તથા સોશિયલ મીડિયા તરફથી આચારસંહિતા ભંગની કુલ 748 જેટલી ફરિયાદો આવી હતી, જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે.

કચ્છના પોલિંગ સ્ટેશન : કચ્છના 2,140 મતદાન મથકો પૈકી 944 જેટલા મતદાન મથકનું લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. કચ્છ લોકસભા બેઠક માટે 49 જેટલા સખી પોલિંગ સ્ટેશન, 7 PWD પોલિંગ સ્ટેશન, 7 મોડેલ પોલિંગ સ્ટેશન, 1 યુથ પોલિંગ સ્ટેશન નક્કી કરવામાં આવ્યા છે. કચ્છ લોકસભા બેઠક માટે સ્ટેટીક સર્વેલન્સ માટે 26, ફલાયિંગ સ્કોડની 32, વીડિયો સર્વેલન્સ માટે 17, વિડિયો વ્યું માટેની 7, AEO માટેની 8 અને એકાઉન્ટિંગ માટેની 8 ટીમ બનાવવામાં આવી છે.

મતદારોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે ખાસ સુવિધા : હીટવેવની આગાહી વચ્ચે મતદાન મથક પર ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં શેડ, પંખા તથા પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. જે મતદાન મથકોએ કાયમી શેડ ઉપલબ્ધ નથી તેવા મતદાન મથકોએ હંગામી શેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તમામ મતદાન મથક સ્થળ પર પ્રાથમિક ઉપચારમાં કામ આવે તેવી તમામ પ્રકારની દવા તથા ORS પેકેટ, ફર્સ્ટ એડ કીટ તથા લુ લાગવાના કિસ્સામાં શરીરને ઠંડુ રાખવા આઈસ પેક બોક્સ તથા દવા/બાટલાનો સ્ટોક, મેડિકલ કિટ સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 38 એમ્બ્યુલન્સની સુવિધા ઊભી કરવામાં આવી છે. જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ તેમજ મતદારોને મફત કેશલેસ સારવાર મળી રહે તે માટે 27 ખાનગી હોસ્પિટલો સાથે MoU કરવામાં આવ્યા છે.

એન્ફોર્સમેન્ટ એજન્સીની કામગીરી : કચ્છ લોકસભા બેઠક વિસ્તારમાં એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં પોલીસ વિભાગ દ્વારા 3.36 કરોડ, કસ્ટમ વિભાગ દ્વારા 1.46 કરોડ, DRI દ્વારા 25.47 કરોડ, ઈનકમ ટેક્સ 50.76 કરોડની રકમ જપ્ત કરી છે.

કાયદો અને વ્યવસ્થા જાળવવા કાર્યવાહી :

કાયદો અને વ્યવસ્થા અંગે માહિતી આપતા કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાં આચારસંહિતાની અમલવારી વચ્ચે 17,000 જેટલા અસામાજિક તત્વોને આઈડેન્ટિફાય કરીને અટકાયત કરવાના પગલાં લેવામાં આવ્યા છે. તો પશ્ચિમ કચ્છમાં 110 લોકોને તડીપાર કરવા માટે દરખાસ્ત મૂકવામાં આવી અને 3 લોકોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે.

પોલીસે કુલ 25 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. ઉપરાંત 10 જેટલા આરોપીઓ પાસેથી ગેરકાયદેસર હથિયાર કબજે કરવામાં આવ્યા છે. પૂર્વ કચ્છમાં 9 જેટલા આરોપીઓ પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવ્યા છે, 13 લોકોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા અને 12 લોકોને તડીપાર કરવામાં આવ્યા છે. ઉપરાંત 33 લાખ જેટલો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તથા 50 જેટલા નાસતા ફરતા આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.

  1. લોકસભા ચૂંટણી 2024 ના મતદાનની તૈયારીઓને આખરી ઓપ, કચ્છમાં EVM અને VVPAT ફાળવણી થઈ
  2. કચ્છ લોકસભા બેઠક પર કેવો રહેશે ચૂંટણી જંગ? શું છે પરિસ્થતિ જાણો... - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.